સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th April 2019

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકામાં ૭૦% બી.પી.એલ. નામો સુખી સંપન્ન લોકોના

ફરીથી સર્વે કરીને યોગ્ય લોકોને લાભ મળે તે માટેમુખ્ય મંત્રીને રજુઆત

પ્રભાસપાટણ તા ૧૮ :  વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકામાં હાલમાં જે બી.પી.એલ. નમોની યાદી છે તેમાં માત્ર ૩૦% લોકોન ગરીબ અને કાયદેસરનાં છે બાકી ૭૦% લોકો પૈસા પાત્ર અને સુખી સંપન્ન લોકો છે.  હાલમાં જે ૭૦% લોકો બી.પી.એલ.માં સમાવેશ છે અને તેઓ પોતાને ગરીબ તરીકે બતાવે છે તો તે ખરેખર ગરીબ છે તો તેની મીલ્કત તથા આવક  સોગંદનામુ ઉપર જાહેર કરવું જોઇએ. જેથી સાચા ગરીબ છે તેનો ખ્યાલ આવી શકે.

હાલમાં ખરેખર જે બી.પી.એલ.ના લાભો મળવા જોઇએ તેવા ગરીબ અને નબળા લોકો બીચારા રીબાઇને મરી જાય છે, અને જરૂરીયાત વગરનાં લોકો બી.પી.એલ.ના લાભો લઇને જલસા કરે છે.

સરકાર દ્વારા ગરીબીરેખા હેઠળ આવતા લોકો માટે યોજનાઓ જાહેર કરે છે, પરંતુ સાચા જે લાભાર્થી છે તેઓ લાભ લઇ શકતા નથી. કારણકે તેનો બી.પી.એલ. યાદીમાં સમાવેશ નથી.

તો આ બાબતે વેરાવળ-પાટણ સયુંકત જગરપાલીકામાં ફરીથી રી સર્વે કરાવી અને સાચા લોકોનો સમાવેશ કરે તે માટે પ્રભાસ-પાટણના કોળી  રાજા કાનાભાઇ વાજા દ્વારામુખ્યમંત્રી, સાંસદ-જુનાગઢ, ધારાસભ્ય સોમનાથ, ચીફ ઓફીસર નગરપાલીકાને લેખીતમાં રજુઆત કરેલ છે અને યોગ્ય કરવા માંગણી કરેલ છે.

(12:28 pm IST)