News of Thursday, 18th April 2019
ધોરાજીમાં પાવર લીફટીંગમાં ગોલ્ડમેડલ મેળવનાર નિશાંત જાગાણીનું સન્માન
ધોરાજી તા.૧૮ : ધો.૧૦માં અભ્યાસ કરતા નિશાંત ભાવેશભાઇ જાગાણી અમદાવાદમાં યોજાયેલી રાજય પાવર લીફટીંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ તથા કલકતા ખાતે ૯ રાજયોની પાવર લીફટીંગ સ્પર્ધામાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ વિજેતા થયેલ છે.
કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા આરડીસી પરિવારેએ શુભેચ્છાઓ આપેલ હતી અને સન્માન કરેલ છે.
(12:14 pm IST)