સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th April 2019

વાંકાનેર તાલુકાના ૯ વર્ષ જુના મર્ડર કેસમાં ૪ આરોપીઓની ધરપકડ : રીમાન્ડ પર

પંચાયતની જમીન વિવાદમાં ભરત પાટડીયા રે. ધનુડાની હત્યા થઇ'તી : ૪ નામ ઉમેરવા ફરીયાદીએ હાઇકોર્ટમાં કરેલ રીટ મંજુર થતા કાર્યવાહી

તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો નજરે પડે છે. (તસ્વીર : મહમદ રાઠોડ, વાંકાનેર)

વાંકાનેર, તા. ૧૯:  વાંકાનેર તાલુકાના ૯ વર્ષ જુના મર્ડર કેસમાં તાલુકા પોલીસે ૪ ચારોપીઓની ધરપકડ કરી હતી. ફરીયાદીએ ૪ આરોપીઓના નામ ઉમેરવા હાઇકોર્ટમાં કરેલ રીટ મંજુર થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. પકડાયેલ ચારેય આરોપીઓને કોર્ટે એક દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં ગત તા. ૯-૭-ર૦૧૦ના રોજ જમીન વિવાદમાં ભરતભાઇ નારણભાઇ પાટડીયા રહે- ધુંનડા વાળાની હત્યા થયેલ જે અંગે રમેશભાઇ ખોડાભાઇ રબારીએ વાંકાનેર તાલુકા પો. સ્ટે.માં ફરીયાદ કરેલ જે ફરીયાદમાં આરોપી તરીકે ત્રંબકભાઇ પટેલ તથા પાંચ અજાણ્યા ઇસમોના નામ લખાવેલ જે અંગે જે તે વખતે તપાસ દરમ્યાન આરોપી ત્રંબકભાઇ પટેલ વિરૂધ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલ અને અન્ય ચાર આરોપીઓના નામ ઉમેરવા માટે ફરીયાદીએ હાઇકોર્ટમાં રીટ કરતા હાઇકોટના હુકમ અનુસંધાને પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સચુના અને નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન મુજબ આરોપી (૧) રૂગ્નાથભાઇ હંસરાજભાઇ ઘોડાસરા રહે. મોરબી રવાપર ગામ (ર) તુલશસીભાઇ દેવજીભાઇ કાસુન્દ્ર રહે- ધુંનડા (ખાનપરા) તા. ટંકારા (૩) મનીષ ત્રંબકભાઇ પટેલ તથા (૪) કેતન ત્રંબકભાઇ પટેલ રહે. નં. ૩,૪ વાળા અદેપર તા. મોરબી વાળાની ધરપકડ કરાઇ હતી.

પકડાયેલ ચારેયને રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ એક દિ'ના રીમાન્ડ પર સોંવા હુકમ કર્યો હતો. વધુ તપાસ તાલુકાના પી.એસ.આઇ. એસ.એ. ગોહિલ ચલાવી રહ્યા છે.

(12:07 pm IST)