સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th February 2019

કચ્છના કંડલામાં વેસ્ટ યુનિટમાં ભીષણ આગ ભભૂકી :મોદી સાંજ સુધી આગના લબકારા ચાલુ

કચ્છ જિલ્લાના કંડલામાં વેસ્ટ યુનિટમાં ભીષણ આગ લાગી છે . કંડલાના ન્યુ ઝોનમાં આ આગ લાગી છે. ન્યુ ઝોનના અલગ અલગ યુનિટમાંથી આ વેસ્ટ એકત્ર થયેલો છે. બપોરે લાગેલી આગ મોડી સાંજ સુધી પણ ઓલવાઈ નહીં. અને તે વધુ પ્રસરી રહી છે. જો આગ નહીં બુઝાય તો આસપાસના યુનિટ સુધી આવી જશે તેવી પણ દહેશત છે. લાકડીયા નજીક વેસ્ટ કચરાનો નિકાલ કરવાનો હોય છે. અવાર નવાર ઝોનના વેસ્ટ યુનિટમાં આગ લાગવાની ઘટના બને છે. તેની સામે શંકા પણ ઉપજી છે

(12:02 am IST)