સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th January 2022

દેવભુમી દ્વારકા જીલ્લામાં ૯૯૮ વ્યકિતઓના ટેસ્ટીંગમાં ૪૧ રિપોર્ટ પોઝીટીવ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવમાં નવા કેસો નોંધાવાનું અવિરત રહ્યું છે.

આગલા દિવસોમાં બે દિવસમાં ૬૪ નવા કેસો નોંધાયા બાદ ગઇકાલે નવા કેસ ૪૧ નોંધાયા છે. જેમાં રાબેતા મુજબ દ્વારકા શહેર તાલુકામાં ર૧ ખંભાળિયામાં ૧૧ તથા કલ્યાણપુરમાં ૬ અને ભાણવડમાં ત્રણ નવા નોંધાયા છે. જયારે ૧પ વ્યકિતઓના કેસ પોઝીટીવમાંથી નેગેટીવ થયા છે. ગઇકાલે કુલ ૯૯૮ નું ટેસ્ટીંગ સમગ્ર જિલ્લામાં કરાયું હતું.

તંત્ર દ્વારા તમામ સ્થળે માઇક્રો કન્ટેન્ટમેંટ ઝોન તથા કોરોના સર્વેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

(12:47 pm IST)