સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th January 2022

કાલાવડનાં તેલ મિલરને નડિયાદના વેપારીએ ૧૬ લાખનો ચુનો લગાવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮ : કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ પાનસુરીયા, ઉ.વ.૩૭, રે. કૃષ્ણનગર, શીવમ કાર સર્વીસની પાછળ, કાલાવડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧ર–ર૦ર૧ના આ કામના આરોપીઓ ઉતમભાઈ બારોટ, જનકભાઈ રે. નડીયાદ વાળા એ ફરીયાદી ભાવેશભાઈ ને કાલાવડ ખાતે ગણેશ ઓઈલ મીલ ધરાવતા હોય ત્યાંથી પહેલા ર૦૦ શકતી બ્રાન્ડના તેલ ના ડબ્બા નો ઓર્ડર આપી અને ફરીયાદી ભાવેશભાઈને તેલના ડબ્બા ની ડીલેવરી આરોપીઓ ને તેની દુકાને નડીયાદ ગંજ બજાર કબ્રસ્તાન ચાર રસ્તા પાસે સંતરામ સેલ્સ એન્ડ કોર્પોરેશન નામની દુકાને આપી આરોપીઓએ તેલના ડબ્બા લઈ અને જી.એસ.ટી. સહિતની રકમ નો ચેક આપી અને ફરીયાદી ભાવેશભાઈ દ્વારા ચેક બેકમાં નાખતા બાઉન્સ થતા આરોપી ઉતમભાઈ બારોટ ને ફોન કરતા આરોપી ઉતમભાઈ દ્વારા આર.ટી.જી.એસ. થી નાણા ચુકવી દઈ અને ફરીયાદી ભાવેશભાઈને વિશ્વાસમાં લઈ એ આરોપી ઉતમભાઈ બારોટ દ્વારા બીજી વખત ફરીયાદી ભાવેશભાઈને ફોન કરી ૬૦૦ શકતી બ્રાન્ડના તેલના ડબ્બાના ઓર્ડર આપી અને ફરીયાદી ભાવેશભાઈ નડીયાદ ગંજ બજાર કબ્રસ્તાન ચાર રસ્તા પાસે સંતરામ સેલ્સ એન્ડ કોર્પોરેશન નામની દુકાને ૬૦૦ તેલના ડબ્બા જી.એસ.ટી. સહિતની કિંમત રૂ.૧૬૦૬પ૦૦/– (સોળ લાખ છ હજાર પાંચસો) જેમાં બે ચેક કુલ કિંમત રૂ.૮૦પ૭૭૭/– ના આપી અને બાીકના ૮,૦૦,૦૦૦/– આર.ટી.જી.એસ. થી કરી દેવાનું જણાવી અને બાદ ફરીયાદી ભાવેશભાઈ દ્વારા ચેક બેકમાં નાખતા ચેક બાઉન્સ થતા ફરીયાદી ભાવેશભાઈએ આરોપી ઉતમભાઈ બારોટ ને આ બાબતે ફોન કરતા આરોપીઓએ ફોન કરવાની ના પાડતા અને પૈસા નહી આપી અને ફોન બંધ કરી દઈ અને ફરીયાદી ભાવેશભાઈને રૂ.૧૬૦૬પ૦૦/– (સોળ લાખ છ હજાર પાંચસો) ની રકમ નહીં ચુકવી ફરીયાદી ભાવેશભાઈ સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી તથા આરોપી જનકભાઈ દ્વારા સદરહુ ગુન્હો કરવામાં મદદગારી કરી ગુનો કરેલ છે.

(12:47 pm IST)