સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

ધોરાજીમાં કાલે સરકારી હોસ્પિટલ ખાતે ૯૦ જેટલા હેલ્થ વિભાગના કર્મચારીઓને કોરોના રસી અપાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી માં આવતીકાલે મંગળવારે સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થ વિભાગના કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવશે
 ધોરાજી બ્લોક હેલ્થ ઓફિસર પુનિત વાછાણીએ યાદીમાં જણાવેલ કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન રસીકરણ કરવાના ભાગરૂપે ધોરાજીમાં આવતીકાલે મંગળવારે

સવારે ૯ વાગ્યે ધોરાજી તાલુકાના પ્રથમ કોરોના રસી કરણ અભિયાનનો પ્રારંભ સરકારી દવાખાના ખાતે થઈ રહેલ છે સરકારી દવાખાના નું સુપ્રિટેન્ડેન્ટ બંગલા સામેનું મેદાન

ખાતે  સવારે ૯ થી ૬ સમય દરમિયાન હેલ્થ વિભાગના ૯૦ જેટલા કર્મચારીઓને પ્રથમ કોરોના રસી આપવામાં આવશે બાદ સરકારની ગાઈડલાઈન્સ મુજબ ધોરાજીની જનતા જે પ્રમાણે સર્વે થયો છે એ પ્રમાણે સરકારના માર્ગદર્શન મુજબ રસીકરણ કરવામાં આવશે

(6:36 pm IST)