સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

પોરબંદરના બારમાસી બંદરના વિકાસ આડે રાજકીય વિધ્ન?

બંદર કાંઠે રેતી ભરાવવાનો કાયમી પ્રશ્નઃ ડ્રેજીંગ માટે માત્ર આશ્વાસનોઃ માછીમારો કરજવાન બનતા જાય છે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૮: બારમાસી બંદરના વિકાસ આડે રાજકીય વિધ્ન આવી જતુ હોય બંદરનો પુરતો વિકાસ થઇ શકતો નથી. કાંઠે રેતી ભરાવવા સહિતના અનેક કાયમી પ્રશ્નો છે.

જેઠવા વંશની રાજધાની અને મુખ્ય શહેર અને પોરબંદર આ રાજયનો વિકાસ અને સમૃદ્ઘિ માટે દીર્દ્ય દૃષ્ટિ ધરાવતા રાજવી બાષકલ દેવ ( બુખાજી ) મહારાજે શરૂઆત કરી અને પ્રથમ વિકાસ ની યાત્રા જળ વહેવારથી શરૂ કરી અને દરિયાઈ જળ વહેવાર થી વ્યાપાર સમૃદ્ઘિ ની શરૂઆત થઈ આજે ૧૦૩૧ નું વર્ષ પસાર થઈ રહ્યું છે હિન્દુસ્તાન (ભારત) સ્વંતંત્ર થયા ને ૭૩મું વર્ષ પસાર થઈ રહ્યું છે. પણ આ સમય ગાળામાં છેલા બે દાયકાથી ભાજપ સરકાર ગુજરાતમાં સત્તા સ્થાને આવી અને કેન્દ્રમાં પ્રથમ પાંચ વર્ષનો સમય પૂર્ણ કરી પ્રથમ દાયકામાં પ્રવેશ નો ચાલુ છે. નેતાઓના નિવેદનમાં ટેન્ડરો બહાર પાડવા માં જ દેખાય છે. વિકાસ ના ટેન્ડરો ખરેખર હેતુસર ઉપયોગી થાય છે? !.

બધી અસર વિકાસના કાર્યની શરૂઆત થાય અને કોન્ટ્રાકટર કામ નબળું કરે નહિ ઊંચી ગુણવતાનું માલ વપરાય કામમાં પણ સ્પેસિફિક ધોરણ મુજબ ૧૦૦ એ ૧૦૦% ટકા માલ વપરાય અને પૂરતો વપરાય અને ૧૦૦% મજબૂતાઇ રહે જેથી વિકાસ કામનું ટેન્ડર બહાર પડે ત્યારે આ બધો વિચાર કરી ને ટેન્ડર બહાર પાડવામાં આવે જેથી કોન્ટ્રાકટર ઓછો માલ વાપરે નહિ. અને ઉચ કવોલિટીનો માલ વપરાય જેથી તે હિસાબ કરીને બહાર પડાઈ તેમાં પણ ટેન્ડર બહાર પડાઈ પછી નિયત મુજબ તારીખમાં કામ રાખનાર કોન્ટ્રાકટર સરકારની શરતો મુજબ એક બંધ સીલ કવરમાં મોકલે અને નિયત તારીખે કામ રાખનાર કોન્ટ્રાકટર કે તેના પ્રતિનિધિની હાજરીમાં તેના પ્રતિનિધિ અને જવાબદારની હાજરીમાં ખોલવામાં આવે ત્યારે પણ જે ટેન્ડર હોઈ તેમાં કામની માંગેલ હોઈ ત્યારે ટેન્ડર પાસ નપાસની તો પછી વાત રહી પરતું વચલો રસ્તો કાઢવા સમજૂતીની ચર્ચા થાય અને કોન્ટ્રાકટર કોન્ટ્રાકટરની વચ્ચે અધિકારીની રૂબરૂમાં તેના પ્રતિનિધિ નેગોશિયેશન બોલે તે પછી કામનું નક્કી થાય ઉંચા ભાવ દેવા છતાં પણ કામ નબળા થાય છે છતાં સરકાર મોન રહે છે.

લોક ચર્ચા મુજબ ભ્રષ્ટાચાર નો છેડો પકડાતો નથી અને ફરિયાદ ના કારણે સરકાર તટસ્થ તપાસ કરવા માં સંકોચ અનુભવે છે. જેથી પગલાં લેવા માટે પ્રશ્નાર્થ અનુભવાય છે. તટસ્થ વિજિલન્સને આ કામગીરી સોંપતી નથી અને પ્રામાણિકતા અને તટસ્થના દર્શનનો અભાવ જણાવે છે.

આ સ્થિતિ માં પોરબંદર નું નું જૂનું બંદર અને નવું બાર માશી જેટ્ટી બંદર નો વિકાસ આજ નાં રાજકારણીઓ કરામતો કરે છે પોરબંદર દેશી રજવાડા માં સમય માં સિઝની બંદર હતું એટલે કે આઠ માસ કાર્યરત હતું અને આખા પોરબંદર નું વહીવટી ખર્ચ અને વિકાસ ના કાર્યો નો ખર્ચ મોટા ભાગ નો પોરબંદરના જુના બંદર માંથી જ રાજય મેળવતું વિકાસ ના કામો પણ થતાં અને તે પણ મજબૂત ભ્રષ્ટાચાર નું નામ ન હતું કારણ કે રાજય ની જાતિ દેખરેખ હતી જેના કારણે રાજવી ની સજકતા સાથે કર ચોરી જેવી કે ભ્રષ્ટાચાર જેવા શબ્દો સાંભળવા ન મળતાં હતાં. ભાવો માં પણ સ્થિરતા જોવા મળતી અને રેતી. સંગ્રાહાખોરી તો દુર હતી. સ્વ.રાજવીઓ એ બંદર ની ભોગોલિકતા ના ઊંચી આચ આવા દીધી નહિ પ્રજા સુખી હતી અને સમૃદ્ઘિ વાળી ગણાતી આજે પ્રજા સુખી અને સમૃદ્ઘિ વાળી ગણાય છે પણ તે કોના હાથ માં છે. તે પણ પ્રશ્નાર્થ છે. આ બંદરમાં ચોવીસ કલાક દ્રેજીંગ થતું રેતી કે કિચલનું ભરાવો થતો નઈ નાના મોટા વહાણો સેહલાઇથી અસ્માવતિ ઘાટના બારામાં પ્રવેશતા અને બહાર નીકળતા તેમને ભરતી ઓટની સમસ્યા નહિવત હતી. બહારના રાજયોમાં માલ મોકલવા માટે ડોક ટ્રેનની વ્યવસ્થા તેમજ ડોક સ્ટેશન રેલવે સ્ટેશન ચોવીસ કલાક ચાલુ રેહતું. પરંતુ મેલી મુરાદ વાળા રાજકારણીઓ એ ડોક સ્ટેશનની વ્યવસ્થા છીનવી લીધી અને ધીમે ધીમે પોરબંદરના બંદરને વ્યાપારથી તાળું લગાવી દીધું.

આ બંદર ઉપર વિશ્વ માથી ખાસ કરીને આરબ દેશો યુરોપિયન દેશો આફ્રિકા ખંડમાંથી શ્રીલંકા અને આંતર રાજય ભારતના રાજય સાથે જળ વહેવારની વહેવાર આ ઉપરાંત પેસેન્જર કમ કાર્ગો સ્ટીમર આફ્રિકા ખંડમાંથી આવતી જતી તેમજ હિન્દુસ્તાનની સ્ટીમરો જેમાં સિંધિયા સ્ટીમ નેવિગેશન, ભારત લાઇન મીઠા માટે જયારે સિંધ્યા સ્ટિમ માલ પરિવહન કમ પેસેન્જર સ્ટીમર મુંબઈ થી પોરબંદર, ઓખા, કચ્છ, માંડવી સુધી દર અઠવાડિયે આવતી જતી રાજયને અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર સરકાર અને ભારત સરકારને નાણકિય આવક સારી થતી. જયારે સ્થપિતિતો એ પોરબંદરનો જળ વહેવાર નો વિકાસ રૃંધાવી દીધો છે ને રુંધાતો જાય છે. ચર્ચા બહાર આવી છે કે કેટલાક સ્થાપિતિતોની નજર જેટ્ટી બંદર તથા જુના બંદરનું ગમે તે ભોગે ખાનગી કરણ કરાવી મેળવવા છે. અને આ માફિયાઓને પોતાનું સામ્રાજય સ્થાપવું છે. જેના કારણે પોરબંદરના આ બંદરમાં વિકાસની બ્રેક લાગ્યાનું જણાઈ છે. ગંભીર નોંધ અને દુઃખ સાથે જે હકીકત બાહર આવી છે. તેની ઊંડાણથી તપાસ કરવી જરૂરી છે. આવા તત્વોને વર્ષો થી આ ડ્રેજીંગ ની સમસ્યા ઊભી છે. સરકાર મુખ્યમંત્રીશ્રી ખારવા સમાજની વાતો સાંભળે છે. હમદર્દી બતાવે છે. અન્યાય થશે નહિ તેવું આશ્વાસન આપે છે. તાજેતર માંજ મત્સયધોગ બંદર તરીકે વિકસાવવા ની મુખ્યમંત્રી શ્રી સરકારે તેમજ ધારાસભ્ય અને સાંસદ સભ્ય એ આશ્વાસન આપ્યું છે. ખારવા સમાજ એ માપલાવાળી વિકસાવવા સરકારમાં રજૂઆત કરી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી સાંસદ સભ્યને સાથે રાખીને પરતું કોઈ હલ ના આવ્યો. માત્ર આશ્વાસન સિવાય કંઈ મળેલ નથી.

હાલ માછીમારોનો ફિશીંગનો ધંધો અટવાય ગયો છે. મોટા ભાગના માછીમારો જે બારોબાર ફિશીંગ કરવા જઈ સકતા નથી તેને પ્રતિબંધ વિસ્તારમાં જ રેહવું પડે છે. તેના કારણે ફિશીંગ મળતું નથી. મળે છે તો ખર્ચા ઉપાડતા નથી કરજવાંન બની ગયો છે. કુટુંબનું પણ ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. લોનના વ્યાજ ચડે છે. સબસિડી બંધ છે. ડીઝલ કેરોસીન પણ સરકારમાંથી પૂરતા પ્રમાણમાં આપતું નથી સૌથી મોટી સમસ્યા દ્રેજિગની છે. આ દ્રેજીંગ થવું જોઈ અને સમય અંતરે થતું નથી પાણીની આવક જાવકની આસમવતી બારામાં ભરાવો પુષ્કળ થય રહ્યો છે. અને બારામાંથી રેતી કાઢે તો સાચવી કઈ જગ્યાએ વિપુલ પ્રમાણમાં કીમતી હોઈ અને આર્થિક આવક આપી શકે તેમ હોઈ અને આ બંદરનો વહીવટી ખર્ચો ઉપાડે અને ગ્રાન્ટની જરૂર નથી કારણ કે ડ્રેજીંગ કરેલી રેતી જ ની આર્થિક આવક જ આ ખર્ચ ઉપાડી શકે છે. તેવા સૂચન પણ થયેલ છે.

(1:50 pm IST)