સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

જામખંભાળીયાના પૂર્વ ધારાસભ્‍ય અને ગ્રીમકોના પૂર્વ ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાનું અવસાન

જામખંભાળીયા : થોડા દિવસ પૂર્વે જ કોરોના પોઝિટિવ આવ્‍યો હતો અને જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી. કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્‍યું છે. મેઘજીભાઈ ગ્રીન કો.ના પૂર્વ ચેરમેન, મોરબી જિલ્લાના ભાજપ ના પ્રભારી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ , જામખંભાળીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને ભાજપમાં અન્‍ય હોદ્દાપર રહી ચૂકયા છે. જામખંભાળીયાના પૂર્વ ધારાસભ્‍ય અને સતવારા સમાજના અગ્રણીના નિધનથી ભાજપના કાર્યકરમાં અને સતવારા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.

ખંભાળીયાના રામનગર વિસ્‍તારમાં ડાયાભાઇ કણઝારીયા નામના સામાનય ખેડૂત પરિવારમાં જન્‍મેલા મેઘજીભાઇ પહેલેથી આર. એસ.એસ. સંઘના કાર્યકર હતા તથા શરૂઆત રામનગરથી તાલુકા પંચાયતની સીટ લડીને રાજકીય કારકિર્દી શરૂ કરી હતી તથા આ પછી જિલ્લા પંચાયત લડીને હાર્યા હતા છતાં પૂર્વ શિક્ષણમંત્રી ડો. રણમલભાઇ વારોતરિયા સામે ધારાસભાનો ચૂંટણી જંગ જીતીને તેમણે ખંભાળિયામાં નવો રેકોર્ડ સર્જાયો હતો તથા એમના ધારાસભ્‍ય કાળમાં ૪ર કરોડની ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલ અનેક નવા રસ્‍તાઓ, ઘી નદી  રામનાથનો પુલ સહિતના મહત્‍વના કાર્યો થયા હતા તથા તેઓએ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે તથા બક્ષીપંચના રાજયના હોદ્દેદ્વાર તરીકે જવાબદારી સંભાળી હતી તથા ગ્રીમકો કંપનીના ચેરમેન તરીકે પણ ખુબ સારી કામગીરી કરી હતી તથા મોરબી ભાજપના પ્રભારી પણ હતા.

છ દિવસ પહેલા શ્વાસની તકલીફ અને શરદી, ઉધરસને કારણે તેમને ખંભાળિયા હોસ્‍પિટલમાં દાખલ કરાયેલા જયાં તેમને કોરોના નિકળતા તેમને પ્રાથમિક સાવરાર આપીને તેમને જામનગર ખસેડાયા હતા જયાં ગઇકાલે સાંજે સારવાર દરમિયાન તબિયત લથડતા તેમનું મૃત્‍યુ નિપજયું હતું.

બનાવની જાણ થતા રાજયના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ જિ. પં. ઉપપ્રમુખ હરીભાઇ નકુમ, પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઇ કણઝારિયા વિ. જામનગર હોસ્‍પિટલ ખાતે દોડી ગયા હતા. આજે સવારે ખંભાળિયા તેમની અંતિમ વિધિ થઇ હતી.

સ્‍વ. મેઘજીભાઇ કણઝારીયાના આકસ્‍મીક નિધનથી કેન્‍દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, રાજય મંત્રી હકુભા જાડેજા ભાજપના અગ્રણીઓ જિ. પં. પૂવર્ગ પ્રમુખ પી.એસ. જાડેજા, ભાજપ અગ્રણીઓ મયુરભાઇ ગઢવી, રામભાઇ ગઢવી, શ્વેતાબેન શુકલ, ઇન્‍દ્રજીતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્‍ય પબુભા માણેક, યુવરાજસિંહ વાઢેર, ડી.એલ. પરમાર, અમિતભાઇ શુકલ, જગુભાઇ રાયચુરા, અનીલભાઇ તન્ના, ઘેલુભા જાડેજા, સી.આર. જાડેજા, કિશોરસિંહ જાડેજા, ભીખુભા ગોપાલનું વિ.એ શ્રધ્‍ધાંજલી અર્પી હતી.

(1:30 pm IST)