સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

વિંછીયામાં વિરમાંધાતા પ્રાગટય મહોત્‍સવ : કુંવરજીભાઇની ઉપસ્‍થિતીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

(કરસન બામટા) આટકોટ,તા. ૧૬: વિછીયા મુકામે વિર માંધાતા પ્રાગટ્‍ય મહોત્‍સવ અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે વિછીયા પિંગલાધાર ખોડીયાર મિત્રમંડળ અને વિછીયા તાલુકાᅠ કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી આયોજીતᅠ ઉગમણી બારી શિવાજીપરા તળપદા કોળી સમાજની વાડી ( રામજી મંદિર ) ખાતે વિછિયાના સ્‍લમ અને પછાત વિસ્‍તારના બાળકોને પતંગ લાડવા ચોકલેટ અને બિસ્‍કીટનું વિતરણ તેમજ નિરાધાર વૃદ્ધ વિધવાઓ અને ગરીબ પરિવારોને વિનામૂલ્‍યે ધાબળા - કોટ - ચોખા ખીચડીનું વિતરણᅠ કરી માંધાતા પ્રાગટ્‍ય મહોત્‍સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવી અને કોળી સમાજના યુવાનોને વિર માંધાતાની મૂર્તિ અને મોમેન્‍ટો આપી સન્‍માનિત કર્યાં હતા,આ કાર્યક્રમમાં જસદણ વિછીયા વિસ્‍તારના ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએᅠ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા પીંગલાધાર ખોડિયાર મિત્ર મંડળના સભ્‍યોᅠ ધીરુભાઈ ઓળકિયા,દાનાભાઈ બાવળીયા, હકુભાઇ રાજપરા, અરવિંદભાઈ રાજપરા,હરેશભાઈ કાલીયા,રસિકભાઈ મકવાણા,ફુલ્લાભાઈ રાજપરા,દિનેશભાઈ રાજપરા,દિનેશભાઈ વાલાણી તેમજ સમાજ અગ્રણી નીતિનભાઈ રોજાસરા, રમેશભાઈ રાજપરા, વલ્લભભાઈ ઝાપડિયા, દેવાભાઈ રાજપરા,ભુપતભાઈ રોજાસરા,શીવાભાઈ રાજપરા,શામજીભાઈ ધોરીયા, વલ્લભભાઈ ઝાપડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(12:15 pm IST)