સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

જામનગર મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં સ્લમ વિસ્તારના શૌચાલય સહિત પ્રશ્નોએ વિપક્ષ વરસી પડયું

આંગણવાડીમાં આર.ઓ. પ્લાન્ટ, સફાઈ કામદારોની ઘટ વગેરે પ્રશ્નોઃ કોર્પોરેટરોનો ભથ્થા વધારો મંજુર

 જામનગર, તા. ૧૮ :. મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતુ જેમાં સ્લમ વિસ્તારમાં શૌચાલય અંગે વિપક્ષે સવાલોની છળી વરસાવી હતી.

શહેરમાં ૨૯૭ આંગણવાડીમાંથી ૧૩માં જ આર.ઓ. પ્લાન્ટ મુદ્દે સવાલનું વિપક્ષે કહેલ હતું. બાળકોને શુદ્ધ પાણી મળે તે માટે વ્યવસ્થા કયારે થશે ? તેમજ શહેરમાં વિસ્તાર વધતા સફાઈ કામદારોની ઘટને લઈને કચરાનગર બન્યુ છે વગેરે સવાલ વિપક્ષના આગેવાનોએ કરેલ.

ફુડ શાખાના ભ્રષ્ટાચારને લઈને સત્તા પક્ષના નગર સેવકે એસીબી તપાસ માટે માંગ કરી હતી. મહાનગરપાલિકાના કોર્પોરેટરોના ભથ્થા વધારાને મંજુરી અપાઈ. માર્કેટીંગ યાર્ડમાં મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે યોગેશ કણઝારીયા નિમાયા છે.(૨-૧૭)

(4:19 pm IST)