સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

જૂનાગઢમાં મહિલા પર પાડોશી શખ્સનો બળાત્કારઃ નરાધમની ત્વરિત ધરપકડ

 જૂનાગઢ તા.૧૮: જૂનાગઢમાં મહિલા પર પાડોશી શખ્સે ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. જો કે પોલીસે ત્વરિત નરાધમની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં ખાપરા કોડીયાનાં ભોયરા પાસે રહેતી એક ૪૨ વર્ષીય મહિલા ઉપર તેના મકાનની પાછળ તાહિરશા ઇબ્રાહીમશા રફાઇ નામના શખ્સે ગઇકાલે બપોરે ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાનાં પાડોશમાં તાર બંગલા પાસે રહેતા તાહિરશાનાં દુષ્કર્મ અંગે ભોગ બનનાર મહિલાએ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. એમ.એ. વાળાએ ત્વરિત તપાસ હાથ ધરી હતી.

સાંજે જ પી.આઇ.વાળાએ નરાધમ તાહિરશા રફાઇની ધરપકડ કરીને તેને પોલીસ કસ્ટડીમાં ધકેલી દીધો હતો.

દુષ્કર્મનાં આ બનાવથી સુખનાથ ચોક વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી ગઇ હતી.

(3:36 pm IST)