સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

મોરબીમાં યુપીની પરિણીતા સળગી જતાં ગંભીરઃ ઠારવા જતાં પતિ પણ દાઝયો

નિર્મલા અને રાહુલને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧૮: મોરબીમાં માળીયા રોડ પર આવેલી શુકન માઇક્રો મિનરલ નામની કંપનીમાં નોકરી કરતાં અને કંપનીએ ફાળવેલા રૂમમાં રહેતાં રાહુલ માતાદિન પટેલ (ઉ.૩૧) નામના મુળ ઉત્તરપ્રદેશના યુવાનની પત્નિ નિર્મલા (ઉ.૨૮)એ રાત્રે નવેક વાગ્યે ઓરડીમાં અગ્નિસ્નાન કરી લેતાં ઠારવાર જતાં પતિ રાહુલ પણ દાઝી જતાં બંનેને મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે. પત્નિ ગંભીર રીતે દાઝી ગઇ છે.

રાહુલના કહેવા મુજબ પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાત્રે પોતે રૂમની બહાર હતો ત્યારે છોકરો-છોકરી ચીસાચીસ કરતાં બહાર આવતાં પોતે રૂમમાં જોવા જતાં પત્નિ સળગતી હોઇ આગ બુઝાવવા જતાં પોતે પણ દાઝી ગયો હતો. પત્નિને આવું પગલુ શા માટે ભર્યુ? તે અંગે પોતે અજાણ હોવાનું તેણે રટણ કર્યુ હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. નિર્મલાએ પોતાની મરજીથી સળગી ગયાનું રટણ ચાલુ કર્યુ હતું.

(11:43 am IST)