સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં દુષ્કાળથી અસરગ્રસ્ત ખેડૂતોએ તા. ૩૧ સુધીમાં અરજી કરવી

સુરેન્દ્રનગર તા. ૧૮ : ચાલુ વર્ષે ૨૦૧૮-૧૯માં રાજયના દુષ્કાળથી અસરગ્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં અસરગ્રસ્ત તાલુકાઓમાં અસરગ્રસ્ત ખેડુતોને ૨ હેકટર સુધી કૃષિ ઈનપુટની સહાય આપવાની ઠરાવેલ છે. અસરગ્રસ્તોને કૃષિ ઇનપુટ સહાયની અરજી કરવા પુરતી સમયમર્યાદા મળી રહે તથા ભવિષ્યમાં કોઈ અરજદારની અરજી રહી જવા અવકાશ ન રહે તે માટે આવી નુકશાની સબબની અરજીઓ સ્વીકાર કરવા કટ ઓફ ડેટ તા.૩૧/૧/૨૦૧૯ જાહેર કરેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતોએ નિયત નમુનાની અરજી સાથે ૮-અ,૭/૧૨ પત્રકમાં પાક વાવેતર અંગેની નોંધ સાથેની નકલ, બેંક એકાઉન્ટની વિગત (બેન્ક પાસબુકની નકલ IFSC CODE સાથે અથવા રદ કરેલ ચેક) અને આધારકાર્ડની નકલ સહિતના દસ્તાવેજો સાથે સબંધીત ગામના તલાટી કમ મંત્રીશ્રીને તા.૩૧/૧/૨૦૧૯ સુધીમાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ અરજી લેવામાં આવશે નહીં. જેની ખેડુત મિત્રોએ ખાસ નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

(11:42 am IST)