સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

હાપા જલારામ મંદિરે જલારામ બાપાના 'મહા રોટલા'નાં દર્શનઃ ૧૧૧ પ્રકારનાં રોટલાના અન્નકુટ ઉત્સવ

જામનગરઃ-જામનગરના હાપામાં આવેલા જલારામ મંદિરે ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ ધરાવવામાં આવ્યો છે. જલારામ બાપાએ ૧૭ જાન્યુઆયારીએ જ અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. જેથી આજે જલારામ બાપાને ખાસ રોટલાનો અન્નકોટ ધરાવાયો છે. દેનેકો ટુકડો ભલો, લેનેકો હરિનામ. જોગી જલિયાણના આ સૂત્ર આજે પણ જલારામ મંદિરોમાં ગંુજે છે. ત્યારે જામનગરના હાપામાં આવેલા જલારામ મંદિર ખાતે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. ખાસ ૧૭ જાન્યુઆરીના રોજ જલારામબાપાએ માતા વિરબાઈ સાથે વિરપુરના ઓટલે ભૂખ્યાઓને રોટલો આપવાનું ચળું કરાયાની લોકવાયકા છે.ત્યારે જામનગરમાં પણ આ પરંપરાને જલારામ ભકતો દ્વારા અન્નક્ષેત્રના મધ્યમથી ચાલુ કરાઇ છે.જયાં આજે ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ ધરાયો છે. હાપાના જલારામ મંદિરે ડ્રાયફૂટથી લઈને વિવિધ ધાન્યના ૧૧૧ પ્રકારના રોટલા જલારામ બાપા અને તેના ગુરુ ભોજલરામબાપાને ધરાયા છે. ભાવિકો જેના દર્શન કરી ધન્ય બની રહ્યા છે. જલારામબાપાએ સદાવ્રતથી ભૂખ્યાને અન્ન આપી જે આહલેક જગાવી છે. જેને લઈને આજે પણ સૌરાષ્ટ્ર અને દેશ-વિદેશમાં ભકતો યાદ કરી રહ્યા છે અને જામનગરના હાપામાં આવેલા જલારામ મંદિરે રોટલા ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે આ મંદિર ૭ ફૂટ બાય ૭ ફૂટના વિક્રમી રોટલાને લઈને વિશ્વમાં વિક્રમ સ્થાપ્યો છે. તે રોટલો પણ આજે ધરાવાયો છે. જેને નિહાળી ભાવિકો ભાવ-વિભોર થી રહ્યા છે.(તસવીરઃ-કિંજલ કારસરીયા, અહેવાલઃ- મુકુન્દ બદિયાણી)

(11:38 am IST)