સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

પોરબંદરનાં જખૌ પાસે બોટની જળ સમાધી કોસ્ટ ગાર્ડે ખલાસીઓને બચાવી લીધા

આંતર રાષ્ટ્રીય જળસીમા પાસે શંકાસ્પદ હીલચાલ અંગે તપાસઃ બપોરે વિગતો જાહેર થશે

પોરબંદર તા. ૧૮ :.. અહીંના સમુદ્રમાં આંતર રાષ્ટ્રીય જળ સીમા પાસે આજે સવારે ૧ બોટ ડુબી જવાનો બનાવ બન્યો હતો. જો કે કોષ્ટ ગાડે  બોટમાં સવાર ખલાસીઓને બચાવી લીધા હતાં.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે પોરબંદરનાં દરિયામાં આંતર રાષ્ટ્રીય જળસીમામાં જખો પાસે ભારતની બોટે જળ સમાધી લઇ લીધી હતી. દરમિયાન પોરબંદર કોસ્ટ ગાર્ડને કોલ મળતાં કોસ્ટગાર્ડ તાત્કાલીક સ્થળ પર પહોંચી અને બોટમાં સવાર છ જેટલાં ખલાસીઓને બચાવી લીધા હતાં.

દરમિયાન સુત્રોએ જણાવ્યુ હતું કે આ આંતર રાષ્ટ્રીય જળ સીમા પર કોસ્ટ ગાર્ડને શંકાસ્પદ હીલચાલ પણ નજરે પડી હતી. જે અંગેની સત્તાવાર વિગતો બપોરે જાહેર કરવામાં આવનાર છે. (પ-રપ)

 

(11:37 am IST)