સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

ઉપલેટામાં લલીતભાઈ વસોયા વિરૂદ્ધ પોસ્ટરો

પાણીદાર નેતા પાણી પ્રશ્ને દેખાવ કરીશ... હું કદાવર નેતા વગેરે લખાણવાળા પોસ્ટરોઃ ભાદર બચાવો સાર્થક કરતા પહેલા ખનીજ ચોરી અટકાવવા લોકોમાં ચર્ચા

ઉપલેટા, તા. ૧૮ :. ધોરાજી મત વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ વસોયા જે ગત ચૂંટણીમાં જંગી લીડથી ચૂંટાયા હતા. છાસવારે ખનીજ ચોરી તથા ભાદર-૨ બચાવો અભિયાન બાબતે મીડીયામાં ચમકયા હતા. શહેરના બડા બજરંગ રોડ જનતા ગાર્ડન સામે દિવાલ ઉપર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જેમા લખેલ હતુ કે હું પાણીદાર નેતા પાણી પ્રશ્ને જ દેખાવ કરીશ લલીત વસોયા, આવશ્યક સેવાનો અભાવ છતા કોંગ્રેસનો હું કદાવર નેતા લલીત વસોયા લખાણવાળા પોસ્ટર લગાડવામાં આવેલ.

દિવાલ પર આવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. આ અગાઉ પણ ધોરાજીમાં રોડ રસ્તાના પ્રશ્ને ધારાસભ્ય લલીતભાઈ વસોયા વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા હતા અને પોસ્ટરોમાં શાહી ફેંકવામાં આવી હતી.

શહેરમાં ચર્ચા છે કે, ભાદર બચાવો અભિયાન સાર્થક કરવુ હોય તો પહેલા દિન દહાડે ખનીજ ચોરી કરતા ખનીજ માફીયાઓને અટકાવો.(૨-૬)

(11:37 am IST)