સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

આ નવતર કીમીયો... ઉંટ ઉપર દારૂની હેરાફેરી થતી'તીઃ ૮૦ બોટલ દારૂ ઝડપાયો

ભાણવડથી સતસાગર તળાવ પાસેની ઘટનાઃ ૩ર હજારનો મુદામાલ કબ્જે

ભાણવડ તા. ૧૮ :.. ભાણવડથી ૯ કિ. મી. દુર ફિલ્ટરનેશની બાજુમાં સતસાગર તળાવ પાસે રાજુ કારા રબારી રહે. કિલેશ્વર નેશવાળો ઉંટ પર વિદેશી શરાબનો જથ્થો લઇ પસાર થવા મુજબની ચોકકસ બાતમીને આધારે વોચમાં રહેલી પોલીસને ખોડીયાર મંદિર તરફથી એક ઉંટ આવતો દેખાયો હતો. ઉંટસ વારે ઉંટને ત્યાં જ રોકી બેસાડી દેતા પોલીસે પંચોને સાથે રાખી તેની  તરફ કુચ કરતા જ આરોપી ઉંટ પર બેસી નાસવા લાગ્યો હતો પરંતુ પોલીસ આરોપીને ઓળખી ગઇ હતી અને જયં ઉંટ બેસાડી દીધો હતો. તેની આસપાસ તલાસી લેતા ત્યાંથી ઇગ્લીશ દારૂની ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની બોટલ નંગ-૮૦, કિં. રૂ. ૩ર,૦૦૦ મળી આવી હતી.  મદદનિશ પો. અધિ. સા.ની ખંભાળીયા કચેરીના પો. કોન્સ. દેવાભાઇ આત્યાભાઇ મોઢવાડીયાની ફરીયાદને પગલે પ્રોહિ. એકટની કલમ-૬પ (ઇ) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

(11:36 am IST)