સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

જામનગરમાં બોગસ GST બિલીંગ કોૈભાંડ ઝડપાયું: ૭૦ લાખનું પિતળ જપ્ત

જામનગરમાં બોગસ જી.એસ.ટી. બિલનાં કોૈભાંડમાં ઝડપાયેલ ટ્રક તથા માલ તસ્વીરમાં દર્શાય છે.(તસ્વીરઃ કિંજલ કારસરિયા, જામનગર)(૧.૧૬)

 જામનગર તા.૧૮: અહીં ખાતે જી.એસ.ટી.નું જબ્બર બિલીંગ કોૈભાંડ જી.એસ.ટી. વિભાગની ટીમે ઝડપી લઇ અને ૭૦ લાખનાં પિતળનો જથ્થો જપ્ત કરતાં સનસનાટી મચી ગઇ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ જામનગરની જી.એસ.ટી. મોબાઇલ સ્કવોડ ગઇ રાત્રે જામનગરથી દિલ્હી ખાતે જી.એસ.ટી. બીલથી બચવા બીજાનાં ખોટા જી.એસ.ટી. બીલ બનાવીને મોકલવામાં આવનાર અંદાજે ૭૦ લાખની કિંમતનું પિતળ ભરેલો ટ્રક ઝડપી લેતાં બોગસ જી.એસ.ટી. બીલનું જબ્બર કોૈભાંડ ખુલવા પામ્યું હતું.

નોંધનીય છે કે જામનગર માંથી કરોડોનો બ્રાસપાર્ટ ઉદ્યોગો માલ દેશ-વિદેશમાં જાય છે ત્યારે જી.એસ.ટી.થી બચવા કેટલાક લોકો દ્વારા આવા કારસ્તાનો થઇ રહયાની બાતમીનાં આધારે જી.એસ.ટી. મોબાઇલ સ્કવોડે આ કોૈભાંડ ઝડપી લીધું હતું.(૧.૧૬)

(11:51 am IST)