સમાજને શર્મસાર કરતો કિસ્સો : ભુજના માધાપર ગામે પાલક પિતા તેમજ ભાઈએ કિશોરી પર આચર્યું દુષ્કર્મ !
ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપીને છેલ્લા ચાર વર્ષથી કિશોરી સાથે બાપ દીકરો બન્ને દુષ્કર્મ ગુજારતા : અનેક વખત શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્યપણ આચર્યું: ભદ્ર સમાજની કિશોરીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ: કિશોરીના પ્રેમીની પણ પોલીસ તપાસ કરાશે ત્યારે નવા ફણગા ફૂટે તેવી શકયતા
ભુજ નજીકના માધાપર ગામે એક સોસાયટીમાં રહેતી ભદ્ર સમાજની કિશોરી (આંગડીયાત)એ રવિવારના રોજ ભુજ શહેર બી ડિવિઝન ખાતે દરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ઘટનાને પગલે પોલીસ ચોંકી ઉઠી હતી.
વિગતો અનુસાર પાલક પિતા અને ભાઈ કિશોરીને ઘરમાંથી કાઢી નાખવાની વારંવાર ધમકી આપીને છેલ્લા ચાર વર્ષથી કિશોરી સાથે બાપ દીકરો બન્ને દુષ્કર્મ આચરી રહ્યાં હતાં અને પીડીતાએ ફરિયાદમાં લખાવ્યા મુજબ અનેક વખત શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્યપણ આચર્યું હતું ત્યારે બનાવની ગંભીરતાને પગલે હાલે પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ પોકસો સહિતની કલમો ઉમેરીને તરુણ વયની કિશોરીએ લખાવેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને બનાવ અંગેની ગંભીરતાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
ત્યારે તપાસ દરમિયાન નવો વણાંક આવે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે કેમકે પોલીસ તપાસ દરમિયાન વિપરીત માહિતી સામે આવી રહી છે પીડિત કિશોરીને કોઈક યુવક સાથે પ્રેમ સંબંધો હોવાની ઘરમાં જાણ થતા પિતા અને ભાઈએ ઠપકો આપ્યો હતો ત્યારે ખરેખર આ દુષ્કર્મની ફરિયાદમાં કેટલું સત્ય છે તે હવે પોલીસની પૂરતી તપાસ દરમિયાન સામે આવે તેમ છે. પરંતુ માનવીય સંબંધોને હચમચાવી નાખે તેવી આ ગંભીર ફરિયાદમાં કિશોરીના પ્રેમીની પણ પોલીસ તપાસ કરાશે ત્યારે આ દુષ્કર્મની ફરિયાદમાં વણાંક આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે