સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th November 2020

દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કચ્છના ગામડામાં કરી નવા વર્ષની ઉજવણી- શેખડીયા ગામે ખાટલા પર સહપરિવાર કચ્છી ભોજનની મોજ માણી

(વિનોદ ગાલા) ભુજ : દેશના અગ્રીમ ઉધ્યોગપતિ ગૌતમ અદાણીએ નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરી હતી. ગૌતમભાઈ, તેમના પત્નિ ડો. પ્રિતીબેન, પુત્ર જીત અને ભત્રીજા રક્ષિત સાથે મુન્દ્રા તાલુકાના શેખડીયા ગામના દેવલબેન ગઢવીના મહેમાન બન્યા હતા. અહી તેમણે ખાટલા અને ગોદડી પર બેસીને કચ્છી પરંપરાગત વાસણોમાં ભોજન કર્યું હતું. તેમણે બાજરાનો રોટલો, ગુવાર બટેટાનું શાક, રીંગણાનો ઓળો, ખારી ભાત સાથે મિઠાઇમાં દેશી લાડુ અને ખીરની મોજ માણી હતી. અદાણી પરિવારે યજમાન પરિવારના વડીલના આર્શિવાદ લઈ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. દેશના બીજા નંબરના ધનાઢ્ય વ્યકિત ગૌતમભાઈએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર આ અનુભવ શેર કરતાં લખ્યું છે કે, દરેક ઘરની એક આગવી ઉષ્મા, હુંફ અને લાગણી હોય છે. દેવલબેનના ઘરની મુલાકાત અમને તેમની અનુકંપાભરી સમાજસેવા તરફ લઈ ગઈ. નવા વર્ષની અનુભૂતિ આનાથી વધુ હૃદયસ્પર્શી હોઈ ન શકે. દેવલબેન ગઢવી અદાણી ગ્રુપ દ્વારા ચાલતી સામાજિક સેવાકીય સંસ્થા અદાણી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે.

(4:38 pm IST)