સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th November 2020

રાજ્યમાં સૌથી નીચું લઘુતમ તાપમાન કચ્છના નલિયામાં ૧૪.૦ ડિગ્રી : રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫.૦ ડિગ્રી : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસરમાં વધારો

રાજકોટ:: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે - ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે.લધુતમ તાપમાનનો પારો પણ નીચે ઉતરવા લાગે છે. આજે રાજ્યમાં સૌથી નીચું લઘુતમ તાપમાન કચ્છના નલિયામાં ૧૪.૦ ડિગ્રી રહ્યું હતું જ્યારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫.૦ ડિગ્રી નોંધાયું હતું જેના કારણે ઠંડીની અસર વધુ અનુભવાઈ હતી. ઉપરાંત કચ્છના કંડલા એરપોર્ટ ઉપર લઘુતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી , ભુજ ૧૬.૨ ડિગ્રી , અમરેલી ૧૬.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવે રાજ્યભરમાં ધીમે ધીમે ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ  છે. સાંજ પડતાં જ ધીમે ધીમે ઠંડીનો ચમકારો શરૂ થઇ જાય છે. વહેલી સવારે સ્વેટર સહિતના ગરમ કપડાંની યાદ જરૂર આવી જાય છે. ઠંડીની શરૂઆત થતાં જ લોકો વહેલી સવારે વોકિંગ કરવા અને કસરત કરવા નિકળી પડે છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ બપોરે ગરમી અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.               

ગઇકાલે નલિયાનું લઘુતમ તાપમાન ૧૫.૩ ડીગ્રી રહ્યું હતું તો મહત્તમ તાપમાન ૩૦.૪ ડીગ્રી નોંધાયું હતું. ગઈકાલે સોમવારે કેશોદનું લઘુતમ તાપમાન ૧૬.૩, પોરબંદર ૧૬.૬, રાજકોટ ૧૬.૯., વલસાડ ૧૭, અમરેલી ૧૭.૨, ગાંધીનગર ૧૭.૫, કંડલા ૧૭.૬ ડીગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ  મહુવાનું મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી નોંધાયું, જ્યારે ઓખામાં મહત્તમ તાપમાન ૨૯.૬ ડીગ્રી રહ્યું હતું. 

                 

ક્યાં કેટલું લઘુતમ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૭.૯ ડિગ્રી

ડીસા

૧૭.૩ ડિગ્રી

વડોદરા

૨૨.૨ ડિગ્રી

સુરત

૨૨.૪ ડિગ્રી

રાજકોટ

૧૫.૦ ડિગ્રી

કેશોદ

૧૭.૪ ડિગ્રી

ભાવનગર

૧૯.૬ ડિગ્રી

પોરબંદર

૨૦.૫ ડિગ્રી

વેરાવળ

૨૧.૭ ડિગ્રી

દ્વારકા

૨૦.૪ ડિગ્રી

ઓખા

૨૨.૧ ડિગ્રી

ભુજ

૧૬.૨ ડિગ્રી

નલિયા

૧૪.૦ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૭.૫ ડિગ્રી

ન્યુ કંડલા

૧૮.૫ ડિગ્રી

કુંડલા એરપોર્ટ

૧૫.૬ ડિગ્રી

અમરેલી

૧૬.૮ ડિગ્રી

ગાંધીનગર

૧૭.૦ ડિગ્રી

મહુવા

૧૮.૧ ડિગ્રી

દીવ

૨૦.૪ ડિગ્રી

વલસાડ

૧૭.૦ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૯.૫ ડિગ્રી

(10:14 am IST)