ભાવનગરમાં 65માં નેશનલ સ્કુલ ગેમ્સ જુડો ટૂર્નામેન્ટનો પ્રારંભ : રાજ્યના ખેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યું ઉદ્ધઘાટન
૨૭ રાજ્યો અને ૩ યુનીયન ટેરીટરી માંથી અંદાજે ૮૦૦ જેટલા સ્પર્ધકો જોડાયા
ભાવનગર : રાજ્યના રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલએ ભાવનગરના સિદસર રોડ પરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોર્ટસ ઓર્થોરીટી ઓફ ગુજરાત આયોજીત ૬૫મો નેશનલ સ્કુલગેમ્સ જુડો અંડર-૧૭ (બોયસ-ગર્લ્સ) ટૂર્નામેન્ટનુ દીપ પ્રાગટ્ય તેમજ ફ્લેગ હોસ્ટીંગ થકી ઉદધાટન કર્યું હતું તેમણે કહ્યું હતું કે તા. ૧૭ થી ૨૨ સુધી યોજાનારી જુડો સ્પર્ધામા આપણા દેશના અલગ અલગ ૨૭ રાજ્યો અને ૩ યુનીયન ટેરીટરી માંથી અંદાજે ૮૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. રાજ્યના ૧૮ જિલ્લામા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બન્યા છે અને ૬ જિલ્લામા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાની કામગીરી પ્રગતિમા છે. રાજ્ય સરકાર ખેલાડીઓને રમત ગમત માટે તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવા માટે પ્રતિબધ્ધ છે.
આ કાર્યક્રમમા ઉપસ્થિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચીવશ્રી ડી.ડી. કાપડીયા, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. અર્જુનસિંહ રાણા, નેશનલ કોમ્પિટીશનના ઓબ્ઝર્વર છાંટબારએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યુ હતુ.
આ કાર્યક્રમ પ્રસંગે વિવિધ રાજ્યના સ્પર્ધકો દ્વારા માર્ચપાસ્ટ યોજાઈ, રંગારંગ સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જૂડોના ખેલાડીઓ દ્વારા જુડોનુ ડેમોસ્ટ્રેશન કરાયુ, સમુહમા ફિટ ઈન્ડિયાના શપથ લેવામા આવ્યા, સમુહમા રાષ્ટ્રગીતનુ ગાન કરવામા આવ્યુ.
આ કાર્યક્રમમા બી.એફ.આઈ. સિલેક્શન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલ, જુડો કોચ દિલીપ મિશ્રા, મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા, સિનિયર કોચ દિવ્યરાજસિંહ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી સિમાબેન ગાંધી, ડૉ. અરૂણ ભલાણી તેમજ નિશાંત ભટ્ટ, ચુડાસમા, વિવિધ રાજ્યના સ્પર્ધકો, પ્ર શિક્ષકો, આમંત્રીતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમા સ્વાગત પ્રવચન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચીવ ડી.ડી. કાપડીયાએ તેમજ આભાર દર્શન સિનિયર કોચ દિવ્યરાજસિંહએ કર્યુ હતુ. જ્યારે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મિતુલભાઈ રાવલએ કર્યુ હતુ.