સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th November 2019

ધારીમાં પરિણીતાએ પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યું : માસુમનું મૃત્યુ

આંખના સર્જને સમયસૂચકતા અને બે વ્યકિતએ બહાદૂરી દાખવી પરિણીતાને ડૂબતી બચાવી

ધારીઃ અહીંની નતાળિયા નદીમાં ૪ માસની બાળકની સાથે પરણિતાએ  ઝંપલાવી  આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાજર રહેલા લોકોએ તેને બતાવી લીધી હતી. પરંતુ બાળકીને બચાવી શકાય ન હતી.  તાલુકાના ગોપાલગ્રામ ખાતે સાસરે રહેતી પ્રફુલ્લાબેન પ્રતાપગીરી ગોસ્વામી (ઉ.રપ) નામની બાવાજી પરિણીતાએ ધારી સિવીલ હોસ્પિટલ પાસે વહેતી નતાળિયા નદીના ભરચક પાણીમાં પોતાની ૪ માસની બાળકી માધવી સાથે પુલ પરથી ઝંપલાવી દીધુ હતુ.

ઘટના સમયે ત્યાંથી પસાર થતા આંખના સર્જન વિનોદભાઇ વાઘેલાએ આ દ્રશ્ય જોઇ જતા દોડીને દવાખાના તરફ આવી ત્યાં હાજર રહેલા અબુભાઇ ડ્રાઇવર અને રીક્ષાચાલક પરેશ દેવમુરારીએ  ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પાણીમાં ઝંપલાવીને પ્રફુલ્લાબેનને બચાવી લીધા હતા પરંતુ માસુમ બાળકી ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા મૃત્યુ પામી હતી.  ઘટનાએ સમગ્ર ધારીમા ચર્ચા જગાવી હતી.

(1:00 pm IST)