સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th November 2019

વાંકાનેના દલડી ગામના તળાવ પાસેથી અલ્ટો કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

રાજકોટના બે શખ્શોને 83 હજારના મુદામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી લીધા

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન દલડી ગામના તળાવ પાસેથી પસાર થતી જીજે ૨૫ ૮૬૧૪ નંબરની અલ્ટો કાર રોકીને તલાશી લેતા કારમાંથી દેશી દારૂ લીટર ૫૦૦ કીમત રૂ ૧૦,૦૦૦ નો જથ્થો મળી આવતા કારમાં સવાર ભાવેશ જનકભાઈ કોટક (રહે રાજકોટ ફાયરબ્રિગેડ પાસે )અને શુભમ મગનભાઈ ગોહેલ(રહે રાજકોટ રામનાથપરા શેરી નં ૨૫ )ને ઝડપી લઈને કાર, દેશી દારૂ તેમજ મોબાઈલ સહીત કુલ રૂ ૮૩,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:54 am IST)