સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th November 2019

વાલીઓએ LC માંગ્યાઃ નાની કઠેચી ગામે અંગત અદાવતમાં અંદરોઅંદર ઝઘડા :શિક્ષકોના કારણે હોબાળો

વઢવાણ,તા.૧૬: લીંબડી તાલુકાની નાની કઠેચી સરકારી પે-સેન્ટર શાળામાં ફરજ બજાવતાં અનુ.જાતિના શિક્ષક દંપતિ દ્વારા આજ શાળામાં ફરજ બજાવતાં અન્ય ચાર શિક્ષકો સામે પાણશીણા પોલીસ મથકે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ ફરિયાદ ખોટી હોવાનો અન્ય શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો અને આ ફરિયાદ રદ્દ કરવાની માંગ કરી હતી ત્યારે શિક્ષકોના અંદરોઅંદરના ઝદ્યડાઓને કારણે શાળામાં અભ્યાસ કરતાં બાળકોના ભવિષ્ય પર તેની અસર પડી રહી છે જેના કારણે મોટી સંખ્યામાં વાલીઓ શાળા ખાતે ઉમટી પડયાં હતાં અને પોતાના બાળકોનું લીવીંગ સર્ટીફીકેટ કાઢી આપી અન્ય સ્કૂલમાં એડમીશન લેવાનું જણાવી રોષ દાખવ્યો હતો. તેમજ કરેલ એટ્રોસીટીની ફરિયાદ ખોટી હોવાનું જણાવી આ અંગે તટસ્થ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ તકે મોટીસંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(1:03 pm IST)