સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

મોરબીના કારખાનામાં થયેલ ફાયરીંગ અને બઘડાટી પ્રકરણમાં ૮ મજૂરોની ધરપકડ

તસ્વીરમાં પકડાયો મજુરો નજરે પડે છે.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી, તા.૧૭:મોરબીમાં ગુરુવારની રાત્રીના મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલા ઓરમ સિરામિક નામના કારખાનામાં મજુરીના પૈસા મામલે શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો જેથી કારખાનેદારે ફાયરિંગ કરતા શ્રમિકો ઈજા ગ્રસ્ત થયા હતા.જે મામલે ૮ શ્રમિકોને મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા હતા

મોરબીના જેતપર રોડ પર પાવડીયારી પાસે આવેલા ઓરમ ઙ્ગસિરામીક કારખાનામાં ગુરુવારની રાત્રે કારખાનાના માલિક અને મજૂરો વચ્ચે મજૂરીના નીકળતા લેણા પેસા મામલે બબાલ થયા બાદ ફાયરીંગની ઘટના બની હતી જેમાં કારખાનેદારે ફરિયાદ નોંધાવી હતી કે મજૂરોના પૈસા ચૂકવવા મામલે ૮ મજૂરોએ માથાકૂટ કરી પથ્થરમારો કરી ઓફિસમાં તોડફોડ કરી તેમની પર જીવલેણ હુમલો કર્યો

તો સામાપક્ષે લેબર કોન્ટ્રાકટરે વળતી ફરિયાદ નોંધાવી હતી કે મજૂરોના બાકી પૈસા મામલે કારખનેદાર સાથે વાતચીત કરતા કારખાનેદારે ઉશ્કેરાઈ જઈને પોતાની રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા ત્રણ મજૂરોને ઇજા પહોંચી હતી ત્યારે આ ઘટના મામલે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ ચલાવતા કારખાનાના મજૂરો રાજકુમાર જયરામભાઈ પીડિત, હેમંત ભગવાનભાઈ મિશ્રા, અભિષેકકુમાર નિર્મળકુમાર તતવા, અમલેશકુમાર અશોકસિંહ રાજપૂત, કેતનકુમાર રામબિહારી પ્રસાદ, વિજય તિવારી રાકેશકુમાર તિવારી, રાજુ સુલતાનભાઈ પંડિત અને નસૂરિભાઈ સૂખારીભાઈ યાદવને મોરબીના પીપળી ગામના પાટિયા પાસેથી મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:18 pm IST)