સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

આઈ.કે. જાડેજાનો જન્મદિનઃ માત્ર દિકરીઓને જન્મ આપનાર માતાઓનું ધ્રાંગધ્રામાં સન્માન

વઢવાણ, તા. ૧૭ :. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પૂર્વ મંત્રી અને ભાજપના કાર્યનિષ્ઠ અને હાલમાં પણ કાર્યવાહક અધ્યક્ષ, સ્વર્ણિમ ગુજરાત, ૫૦ મુદ્દાના અમલીકરણ સમિતિના ખાસ અધ્યક્ષ એવા સહુના જાણીતા માનિતા અને નિરાળા નિખાલસ સ્વભાવ ધરાવતા આઈ.કે. જાડેજાના આજે જન્મદિન અવસરની ઉજવણી થનાર છે. આઈ.કે. જાડેજા આજે પોતાના જીવનના ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧મો જન્મદિન જ્યારે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે પોતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતેથી પોતે જ્યાં શહેરી વિકાસ મંત્રી પદે હતા ત્યારે પોતાના પરિવાર સાથે શહેર જિલ્લા - તાલુકા સહિત બેટી બચાવો-બેટી બઢાવો...ના સૂત્ર સાથે પોતે એ યાત્રા સૌરાષ્ટ્રભરમાં કાઢવામાં આવેલ હતી.

ત્યારે આજે એમના ૬૧મા વર્ષના પ્રવેશ નિમિતે આજે શુભકામનાનો વરસાદ તો વરસી જ રહ્યો છે ત્યારે જન્મદિન અવસરને અવસર બનાવવા માટે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલા માતુશ્રી પ્રેમકુંવરબા કિશોરસિંહજી એજ્યુકેશન એન્ડ સોશ્યલ ટ્રસ્ટ ધ્રાંગધ્રા ખાતે આવેલા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભવ્યતા સાથે એક ભવ્ય કાર્યક્રમનું ખાસ આયોજન હાથ ધરવામાં આવેલ છે. જ્યારે આ કાર્યક્રમ માતૃ શકિત સન્માન તરીકે આજે આ જન્મદિન અવસરે ઉજવવા માટે આજે ખાસ કરીને જેને દિકરીઓને જ જન્મ આપ્યો છે એવી માતૃશ્રીઓનું આજે સન્માન કરી અને આઈ.કે. જાડેજાના ૬૧મા જન્મદિનની ઉજવણી ધ્રાંગધ્રા ખાતે કરવામાં આવનાર છે.

(1:48 pm IST)