અમરેલીના મોણવેલમાં જમીનનાં ધીરાણ ભરવાની ચિંતામાં મહિલાનો આપઘાત
અમરેલી તા. ૧૭: ધારીના મોણવેલ ગામે રહેતી નંદુબેન પોપટ ભાઇ ઢોલરીયા નામની મહિલાએ જમીન ઉપર બેંક માંથી ધિરાણ લીધેલ હોય અને ભરી ન શકતા ટેન્શનમાં પોતાની મેળે રૂમમાં કેરોસીન છાંટી સળગી આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી જવા પામી હતી.
અકસ્માત
અમરેલીના વાંકીયા ગામ પાસે છાલડા તા. વિસાવદર ગામના વિશાલભાઇ કરશનભાઇ કારડીયા સહિત ત્રણ મોટરસાયકલ લઇ જતા હતા ત્યારે એક ભારે રીક્ષાએ હડફેટે લઇ ઇજા કરી નાસી ગયાની ફરિયાદ તાલુકા પોલીસમાં થવા પામી છે.
જુગાર રમતા ઝડપાયા
ધારીમાં રૂદ્રરાજ હોટેલ પાસે જુગાર રમતા વિરમબાબ વાળા રે. શિવડ, દિલુમેરામ વાળા, ગભરૂ વલકુ, ભોજબદરૂવાળા સહિત છ શખ્સોને પોલીસે રોકડ રૂ. ૫૨૧૧૦ સહિત મોબાઇલ મારૂતિ કાર મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧,૮૩,૬૧૦ સાથે પોલીસે ઝડપી લીધા હતા.