સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધારોઃ શિયાળો દેખાયો
લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા રાત્રીના અને સવારે ઠંડી વધી
રાજકોટ તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતારણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારનાં સમયે ઠંડકની અસર અનુભવાઇ રહી છે.
સવારના સમયે ઠંડીની અસર અનુભવાતા શિયાળા જેવા હવામાનનો અનુભવ થાય છે.
જોકે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને મહતમ તાપમાન વધતા ઉનાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે.
આજે સવારથી શિયાળો જામ્યો હોય તેવો માહોલ થયો છે અને વહેલી સવારના તથા રાત્રીના ઠંડીમાં વધારો થયો છે.
ધીમે-ધીમે શિયાળાની અસર વર્તાઇ રહી હોય તેવું વાતાવરણ છવાઇ રહ્યું છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે ગરમ વષાોનો પણ ઉપયોગ કરવો પડી રહ્યો છે.
જામનગર
જામનગરઃ શહેરનું હવામાન મહતમઃ૩૩ લઘુતમઃ ૧પ.ર, ભેજઃ ૮૩ ટકા, પવનઃ ૩.ર ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કયાં કેટલું તાપમાન
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧પ.ર ડિગ્રી
ડીસા ૧પ.૪ ડિગ્રી
વડોદરા ૧૬.૪ ડિગ્રી
જામનગર ૧પ.૬ ડિગ્રી
સુરત ૧૯.૪ ડિગ્રી
રાજકોટ ૧૭.૦ ડિગ્રી
ભાવનગર ૧૮.પ ડિગ્રી
પોરબંદર ૧પ.૯ ડિગ્રી
શહેર લઘુતમ તાપમાન
વેરાવળ ર૧.૧ ડિગ્રી
દ્વારકા રર.૯ ડિગ્રી
ઓખા ર૬.૦ ડિગ્રી
નલીયા ૧૪.૮ ડિગ્રી
સુરેન્દ્રનગર ૧૭.૮ ડિગ્રી
ન્યુ કંડલા ૧૬.૪ ડિગ્રી
અમરેલી ૧૬.૦ ડિગ્રી
દિવ ૧૭.પ ડિગ્રી