સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

ગીર સોમનાથ જિલ્લાના ૫ માર્કેટીંગ ગાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ

ગીર સોમનાથ, તા.૧૭ : સમગ્ર રાજયની સાથે ગીર સોમનાથ જિલ્લાના નિયત કરાયેલા પાંચ માર્કેટીંગ યાર્ડ ખાતેથી આજે ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો છે. વેરાવળ ખાતે માર્કેટીંગ યાર્ડમાં સવારે ૯ કલાક થી ખરીદી શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ નામ નોંધણી થયેલ કુકરાશ ગામના રામભાઈ છાત્રોડીયાની મગફળી ખરીદવામાં આવી હતી.

વેરાવળ સહિત તમામ યાર્ડમાં પૂરવઠા નીગમ, ખેતીવાડી વિભાગ, મહેસુલ વિભાગ તથા જેને ફરજ સોંપવામાં આવી તે તમામ કર્મચારીઓ-અધિકારીઓની ઉપસ્‍થિતિમાં મગફળી ખરીદ કરવામાં આવી હતી. વેરાવળ માર્કેટીંગ યાર્ડમાંજ ૩૫ હજાર ગુણી સંગ્રહી શકાય તેવુ ગોડાઉન પણ ઉપલબ્‍ધ છે. તેમાં મગફળીનો સંગ્રહ કરાશે. આસી.કલેકટરશ્રી નીતીન સાંગવાન, નાયબ ખેતી નિયામકશ્રી વિનય પરમાર, નાયબ મામલતદાર કરગઠીયાની ઉપસ્‍થિતિમાં ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

(12:19 pm IST)