સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

ઉપલેટાના ડુમીયાણી-સુપેડી વચ્ચે ટ્રેન હડફેટે અજાણ્યા પ્રોૈઢનું મોત

ઉપલેટા તા. ૧૭: ઉપલેટા તાલુકાના  ડુમીયાણી-સુપેડી ગામ વચ્ચે ૭૦ વર્ષ આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી કડીયુ પહેરેલ અજાણ્યા વ્યકિતનું ટ્રેન અકસ્માતમાં મોત નિપજયું હતું.

રેલ્વે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલ્વે સ્ટેશને મૃતદેહ લઇ આવ્યા બાદ પોસ્ટમોર્ટમ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. વધુ તપાસ ઉપલેટા પોલીસે હાથ ધરી છે.

(12:07 pm IST)