સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

તુલસી વિવાહઃ દેવ ઉઠી એકાદશી

ઇન્દ્રનો ગર્વ ઉતારવા ભગવાન શંકરે જાલધરને

ઉત્પન્ન કર્યો, પરંતુ સવળુ કરતા અવળુ થયુ તે દેવો ને ભારે

પડીગયો, જાલધર પોતાની પત્ની વૃન્દાની શીલળકિતના

પ્રભાવથી અમર રહયો હતો, તેને હરાવવા માટે જાલધર

રણભૂમિમાં હતો તે સમયે વિષ્ણુએ જાલધરનું

 રૂપ લઇ મહાસતી વૃંદા પાસે ગયા, તેમણે વૃંદાના

 ભોળ પણાનો લાભ ઉઠાવીને તેનો શીલભંગ કર્યો

સતી વૃંદા જયારે કપટને સમજી ગઇ ત્યારે તેણે વિષ્ણુને

શ્રાપ આપતા કહયું જો હુ પથ્થર થઇને પડીશ

તો તારે વનસ્પતિ થવુ પડશે અને પછી વૃંદા

ભગવાન ને ઓળખી ગઇ વિષ્ણુ પાસે માફી માગી

ભગવાને કિધુ વૃંદા હુ તને તરછોડીશ નહિ આજથી

હુ તારા વિના ભોજન નહિ લઉ અને બીજા જન્મે

તને મારી પટરાણી બનાવીસ પછી વિષ્ણુ ભગવાન

શાલીગ્રામ કાળો પથ્થર થયા અને વૃંદા વનસ્પતિ

તુલસી થયા એટલે ભગવાનના નૈવેદ્યમાં તુલસીપત્ર

હોવા જોઇએ, બીજે જન્મે વિષ્ણુ રામ બન્યા અને

વૃંદા સીતા બન્યા આ શુભ દિવસે સંધ્યાએ

ભગવાન વિષ્ણુ અને શાલીગ્રામ સાથે વનસ્પતિ તુલસીના

ધામધુમથી લગ્ન થાય છે, ભગવાનની સાક્ષી વિના

કોઇપણ કાર્ય સફળ થતુ નથી, શુભ કાર્ય થાય છે

શાસ્ત્રી બટુક મહારાજ

 કાળીપાટ ગામના  શાસ્ત્રી અને સ્વામીનારાયણ મંદિરના પુજારી

મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(12:36 pm IST)