News of Saturday, 17th November 2018
ગોંડલમાં ખોયાનું નાકુ તૂટતાં ત્રણ માસનો પ્રિયાંક ફંગોળાઇ ગયોઃ મોત
કોળી દંપતિના લાડકવાયાનું રાજકોટની હોસ્પિટલમાં મોત
રાજકોટ તા.૧૭: ગોંડલમાં મોવૈયા રોડ પર પશુ દવાખાના નજીક રહેતાં કિશોરભાઇ બોઘાભાઇ વાલાણી (કોળી) અને હીરૂબેન કિશોરભાઇ વાલાણીનો ત્રણ માસનો પુત્ર પ્રિયાંક ઘોડીયામાં સુતો હતો ત્યારે હીંચકાવતી વખતે ખોયાનું નાકુ તૂટી જતાં આ માસુમ ફંગોળાઇને નીચે પટકાતાં માથામાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ૧૧મીએ આ બનાવ બન્યો હતો. સારવાર દરમિયાન આજે સવારે સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં દંપતિ અને પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
આ દંપતિની ૧ાા વર્ષની દિકરીનું બે વર્ષ પહેલા આંચકીથી મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે કાગળો કરી ગોંડલ પોલીસને જાણ કરી હતી.
(11:46 am IST)