News of Saturday, 17th November 2018
ફરી સિંહની પજવણી: અમરેલીમાં સિંહ પાછળ કાર દોડાવી ઉતાર્યો વીડિયો;સોશ્યલ મીડિયામાં વાયરલ
અમરેલી :શુક્રવારે વાયરલ થયેલા વીડિયોમાં એક સિંહ સામેથી આવી રહેલો દેખાતાં કારચાલક તેની કાર ઊભી રાખીને વીડિયો ઉતારવા લાગે છે. સિંહ કારની નજીક આવી ગયા બાદ આગળ વધી જતાં કારને રિવર્સમાં સિંહની સાથે-સાથે ચલાવવામાં આવે છે.
વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે સિંહ કોઈ વ્યક્તિ તેનો પીછો કરતો હોવાનું જાણીને દોડ લગાવે છે તો કારની સ્પીડ પણ વધારવામાં આવી રહી છે. સિંહ જ્યાં સુધી સડક પાર કરીને બીજા છેડે જતો ન રહ્યો ત્યાં સુધી સિંહની સાથે-સાથે કાર દોડાવામાં આવી છે.
(10:54 pm IST)