સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th October 2019

અમેરીકામાં મોરબીના ક્રિસની રૂપાલાએ નિરવ નાટ્યમ રજુ કરી દેશને ગૌરવ અપાવ્યુ

અમેરીકામાં ૨૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય પ્રતિભાવંત કલાકારોએ કલા રજુ કરી હતી

મોરબી તા. ૧૭:  વિશ્વ રની તમામ સંસ્કૃતિ કરતા ભારતિય સંસ્કૃતિ સૌથી વધુ ગરિમાં સભર હોવાનું વર્ષો અગાઉ ભારતના મહાન સંત સ્વામી વિવેકાનંદે અમેરિકામાં સુંદર દ્રષ્ટાંત આપ્યું હતું. ત્યારે તાજેતરમાં મોરબીના સી.એ.માં અભ્યાસ કરતા અને ભરત નાટ્યમ કળામાં નિપુણ એવા મોરબીના યુવાન ક્રિષ્ના રૂપાલાએ અમેરિકામાં આવી જ રીતે ભારતીય સંસ્કૃતિની અમીટ છાપ છોડી હતી. તેમણે અમેરિકામાં ભારતીય નાટ્યમની  કળા  સુંદર રીતે પ્રદર્શિત કરીને અમેરિકા વાસીઓના મન મોહી લઈને મોરબીને  આંતર રાષ્ટ્રીય કક્ષાએ અનોખું ગૌરવ અપાવ્યું છે.

તાજેતરમાં એડિસન ન્યુજશી અમેરિકા ખાતે ફ્રેટ્સ ઓફ ગુજરાત આયોજિત મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા ટ્રેડ સો એફજીબિશન યોજાયું હતું જેમાં પચાસ પુજાર કરતા વધુ મુલાકાતીઓ આ ટ્રેડ શ. માં ૩૦૦ જેટલાં દેશ વિદેશના એફજીબિટર્સ દ્વારા રજુ કરાયેલી  વિવિધ પ્રોડકટના પ્રમોશનને નિહાળી હતી. તદ્ ઉપરાંત આ સાથે ૨૫૦ જેટલાં આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ જુદા જુદા પ્રતિભાવંત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક, કલચરલ પ્રોગ્રામ રજૂ કરાયા હતા

જેમાં મોરબીના ક્રિષ્ના રમેશભાઈ રૂપાલા કે જે હાલ સી.એ.અને એલ. એલ.બી.ના અભ્યાસ સાથે ભારત નાટિયમમાં વિશારદુ કરી રહ્યા છે. જેઓએ એડિસન ન્યુજર્સી અમેરિકા ખાતે ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમા મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય સ્તારના વિશાળ ડીઝીટલ પ્લેટફોર્મ પરથી

ભરત નાટ્યમની  બે જાણીતી કૃતિઓ ભગવાન શ્રીકૃષ્ણનું વાત્સલ્ય પાદમ અને ભગવાન શ્રીરામની ભકિત પદ મ રજૂ કરી વિશાળ સંખ્યામાં દેશ વિદેશ થી ઉપસ્થિત સ્રોતાગણને મન્ત્ર મુગ્ધ કરી પ્રસંશા મેળવી હતી.

આ તકે બૉલીવુડના નામાંકિત સ્ટાર સેફ અલીખાન સહિત જાવેવદ જાફરી, શિબાની કશ્યપ સુ-ત ય ભફા યા રીયા, લેમ્બર ગીની ફેમ ઇ, ડી.બર્ન પસંશ્રી સૌમાં ઘોસ, આર જે કાર્તિક અને મીનાક્ષી જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારોએ ભારે જમાવટ કરી હતી.

ઁબચપનથી જ કલા સાથે આગવો લગાવ ધરાવતા ક્રિષ્ના રૂપાલા એ ભરત નાટયમના કલા ગુરુ જીગ્નેશ શુરાણી તેમજ કેરળના જાણીતા કલાગુરુ શ્રી હૈમંત લક્ષમણ પાસેથી ભરત નાટ્યમ અને નટુ વાગમની તાલીમ મેળવીને ભારતીય નાટ્યમ કળાને ખૂબ જ સુંદર ઢંબથી રજૂ કરી હતી.

એડિસન ન્યુજર્શી અમેરિકા ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદાન કરી મોરબી, ગુજરાત સહીત સમગ્ર દેશનું નામ રોશન કરનાર ક્રિષ્ના રૂપાલાએ જણાવ્યું હતું કે, પોતાની જેમ અન્ય નવોદિતો પણ રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કલાને રજુ કરી શકે તેમાટે પોતાના ઘરઆંગણે હરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ શરૂ કરીને નવોદિતોને ટ્રેનિંગ આપે છે.ઉલ્લેખની છે કે, મોરબીના ભૂતપૂર્વ પત્રકારત્વ અને ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલ શ્રી ક્રિષ્ના ફોટોવાળા રમેશભાઈ રૂપાલાના ત્રણે સંતાનો કિષ્ના, બંસીં વાસુએ મોરના ઈંડા ચિતરવા ના પડે તે રીતે પૌપોતાના શોખ અને અભી રુચિના વિષયમાં હાલ આગળ વધીને પિતાની કલાનો વારસો જાળવી રાખીને તેમને ગૌરવ અપાવ્યું છે.

ક્રિષ્ના રૂપાલાની આ વિશેષ ઉપલબ્ધિ બદલ મોરબી ફોટો વિડિઓ એસોસિયેશન પરિવાર , પ્રેસ મીડિયા પરિવાર, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, નર્મદા બાલ ઘર શિશુ મંદિર પરિવાર તેમજ વિવિધ સમાજના અગ્રણીયો સામાજિક, શિક્ષણિક સંસ્થાઓ લાયન્સ કલબ, રોટરી કલબ, સહીત બહોળા મિત્રોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

(1:11 pm IST)