મોરબીમાં રૂપિયાની લેતી દેતી મામલે ધરમભાઇ ગઢવીનું અપહરણ કરી છરીના ઘા ઝીંકાયા
ધમભા જાડેજા, રાજદીપસિંહ, બરકતઅલી ઉર્ફે ભાણો અને કુલદિપસિંહ સામે પોલીસમાં ફરીયાદ
મોરબી,તા.૧૭: મોરબીમાં પૈસાની લેતી દેતી મામલે ચાર શખ્સોએ એચ.ડી.એફ.સી બેંક નજીક આવેલ જીજે ૩૬ પાન પાસેથીં યુવાનને ગાડીમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી લઇ જઈને છરી તથા લોખંડના પાઈપ વડે માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રાજપર રોડ પર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા ધરમભાઈ ધીરુભાઈ ગઢવીએ આરોપી ધમભા જગદીશસિંહ જાડેજાને ઉછીના રૂપિયા આપેલ હોય જે પરત માંગતા જેનો રાગદેશ રાખી મોરબીમાં આવેલ એચ.ડી.એફ.સી. બેક નજીક આવેલ જીજે ૩૬ પાન પાસે ધરમભાઇ ઉભા હોય દરમિયાન આરોપી ધમભા જાડેજાએ સ્વીફટ કાર જીજે ૩૬ એલ ૪૭૯૪ માં આરોપી રાજદીપસિંહ યુવરાજસિંહ જાડેજા, બરકતઅલી ઉર્ફે ભાણો ફકીર અને કુલદીપસિંહ જાડેજાએ આવીને બળજબરીથી ધરમભાઈને પકડીને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ જઈ ઢીકા પાટુંનો માર મારી આરોપી ધમભા જાડેજાએ લોખંડના પાઈપ વડે શરીરે દ્યા મારી તથા છરીનો એક દ્યા વાંસામાં મારી તથા આરોપી રાજદીપસિંહ જાડેજાએ એ તેની પાસેની છરી વડે એક દ્યા વાંસામાં મારી ઈજા પહોચાડતા લોહી નીકળતા તેમજ આરોપી બરકતઅલી ઉર્ફે ભાણો ફકીર એ ધોકા વડે ડોકના ભાગે તથા વાંસાના ભાગે માર મારી ગાળો આપી તેમજ ઢીકા પાટુંનો માર મારી સ્વીફટ કારમાથી ઉતારી દઈ ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ ધરમભાઇએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. વ્યાસ ચલાવી રહ્યા છે.