ઢસાઃ જં. શાળાના ખેલાડીઓએ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા
ઢસા જંકશનઃ છોટા ઉદયપુર જીલ્લાના બોડેલી મુકામે યોજાયેલ રાજયકક્ષાની અન્ડર-૧૭ વૃશુ સ્પર્ધામાં આર. જે. એચ. હાઇસ્કૂલનાં ખેલાડીઓને જુદા જુદા વજન ગ્રુપમાં (૧) દલ સલમાને ગોલ્ડ મેડલ (ર) વાઘેલા કરણને ગોલ્ડ મેડલ (૩) રામાવત માનવને સિલ્વર મેડલ (૪) વણોદીયા મહેશને સિલ્વર મેડલ (પ) તળાવિયા કાજલને સિલ્વર મેડલ (૬) સોલંકી હિરલને સિલ્વર મેડલ (૭) પરમાર કલ્પેશને બ્રોન્ઝ મેડલ (૮) કાનાણી ધ્રુવિન બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે. આમ શ્રી આર. જે. એચ. હાઇસ્કૂલના ખેલાડીઓએ રાજયકક્ષાના કુલ ર ગોલ્ડ મેડલ સહિત ૮ મેડલ જીતીને બોટાદ જીલ્લાનું ગૌરવ વધારેલ છે. શાળાના ખેલાડીઓની સિધ્ધિ બિરદાવતા જીલ્લાના શિક્ષણાધિકારી ડુમરાળીયા, વહીવટદાર સોલંકી, આચાર્યશ્રી ડો. જી. બી. હેરમાએ શાળાના રમત-ગમત શિક્ષકો, આર. બી. હેરમા, એસ.પી. પરમાર, એ.બી. જોશી, નરેશભાઇ પરમાર તથા તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા તે પ્રસંગની તસ્વીર.