સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th October 2019

ભાવનગરના ભંડારિયામાં ગુજરાતી ફિલ્મ હું તારો છુ તારો રેવાનોનું મુહુર્ત કરાયુ

ભાવનગર : કંડોલિયા ફિલ્મસ ભાવનગરના બેનર નીચે બની રહેલી ગુજરાતી ફિલ્મ ઙ્કહું તારો છું તારો રેવાનોઙ્ખનું મુહૂર્ત તા. ૧૪ ઓકટોબર ૨૦૧૯ ના રોજ ભંડારિયા શકિતધામ બહુચરાજી મંદિર ખાતે ફિલ્મ રસિક લોકોની ભારે ભીડ વચ્ચે કરવામા આવ્યું હતું.આ પ્રસંગે ફિલ્મ કલાકારોમાં ખૂબ જાણીતી અને લાખો લોકોને દિલમાં રાજ કરતી અભિનેત્રી પ્રિનલ ઓબેરોય, સંવાદોનો શહેનશાહ ગણાતા વિલન પ્રેમ કંડોલિયા ઉપસ્થિત રહ્યા હતા. ર્ંહું તારો છુ તારો રેવાર્નોં માં પહેલીવાર બે સુપર સ્ટાર જીગ્નેશ કવિરાજ અને રાજદીપ બારોટ આવી રહ્યા છે ત્યારે આ ફિલ્મ ની ચર્ચા બની છે આ સિવાય આ ફિલ્મમાં પ્રીનલ ઓબેરોય. મનીષા દાસ, યામિની જોષી, કોમેડિયન ગગો, મોના પટેલ,દીપિકા રાવલ,ચીતરંત પટની, વીણા ટાંક, ગજુભાઈ નેહા ગોહેલ સહિતના જાણીતા કલાકારો છે.ફિલ્મનું સંગીત મનોજ વિમલ અને પટકથા સવાંદ અશોક ગોસ્વામી ની કલમે લખાયાં છે.કેમેરામેન રાજુ જામ અને અમર વ્યાસ તથા ફોટોગ્રાફીઙ્ગ કેતન જોશી અને નટવરસિંહ ગોહિલની છે. ઙ્કકેમરે ભુલાય સાજણ તારી પ્રિતઙ્ખ અને ઙ્કસાજણ પ્રિતની જગમાં થશે જીતઙ્ખ જેવી સુપર હિટ ફિલ્મ ના નિર્માણ પછી કંડોલિયા ફિલ્મ્સ ની નવી ફિલ્મ ઙ્કહું તારો છુ તારો રેવાનોઙ્ખ ફિલ્મના મૂહરત પ્રસંગેઙ્ગ કંડોલિયા ફિલ્મસના બહોળા પરિવાર સાથે નિર્માતા હર્ષદ કંડોલિયા, ડાયરેકટર રાહુલ વેગડ,ચીફ આસી. અનમોલ શાહ, આધ્યાત્મિક ગુરુ શૈલેશદાદા પંડિત, જાણીતા પીઠ પત્રકાર મહેન્દ્રભાઈ ગોહિલ, જાણીતા ધારાશાસ્ત્રી નાઝીરભાઈ સાવંત, વિક્રમભાઈ શાહ, ગીરધરભાઈ કંડોલિયા, જીલનભાઈ શાહ (માઉન્ટ શેડો હાઉસ ભંડારિયા) સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.ઙ્ગમુહૂર્ત સમયે ફિલ્મ ચાહકો અને ગામ લોકોની ભારે ભીડ જામી હતી. લોકોએ કલાકારો સાથે ફોટા પડાવવા પડાપડી કરી હતી.મહેમાનોને આવકારવા થી લઈ તમામઙ્ગ વ્યવસ્થા-સંકલન રામદેવસિંહ ગોહિલ, ડા.ઙ્ગ રાજેન્દ્રભાઇ વ્યાસ, જનાર્દનભાઈ ત્રિવેદી, ટેમભા જાડેજા, શકિતસિંહ ગોહિલ,જીતુભાઇ સંદ્યવી, ચેતનસિંહ ગોહિલ, અશોકભાઈ સોની સહિતના આગેવાનો નજરે પડે છે.(તસ્વીર - અહેવાલ : વિપુલ હિરાણી)

(11:43 am IST)