સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th October 2019

જામનગર શહેર જિલ્લા કક્ષાનો યુવા મહોત્સવ સંપન્ન

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જામનગર સંચાલીત જામનગર શહેર જીલ્લાકક્ષાનો યુવા ઉત્સવ નેશનલ હાઇસ્કુલ ખાતે યોજાયેલ જેમાં રર જેટલી સ્પર્ધાઓમાં શહેર કક્ષાએ ૨૫૮ જેટલા તથા જીલ્લા કક્ષાએ ૨૦૦ જેટલા સ્પર્ધક ભાઇ બહેનોએ ભાગ લઇ પોતાની કૃતિઓ રજૂ કરેલ આ સમયે સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવા જીલ્લા યુવા વિકાસ અધિકારી કુ.નીતાબેન વાળા, પ્રાંત યુવા અધિકારી ભરતભાઇ પરમાર, કન્વીનર મનહરભાઇ ત્રિવેદી, નેશનલ હાઇસ્કુલના ઇ.પ્રિન્સીપાલ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની વિવિધ તસ્વીર.(તસ્વીર : વિશ્વાસ ઠકકર)

(11:32 am IST)