સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th October 2019

વાંકાનેરના લુણસર ગામમાં વધુ એક દરોડો : વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

લુણસર ગામે બે દિવસમાં બે દારૂની રેડ:એક જ આરોપીના બંને દારૂના જથ્થા

 

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવની સુચના અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસે સતત બીજા દિવસે લુણસર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો છે

વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજા અને પીએસઆઈ બી ડી પરમારની ટીમ દ્વારા બાતમીને આધારે લુણસર ગામથી દેરાળા જવાના રસ્તે મયુરભાઈની બેલાની ખાણ નજીક ખરાબામાં વોકળામાં હીરાભાઈ અમરશીભાઈ બાવળિયા રહે રાજસ્થળી તા. વાંકાનેર વાળાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય ટીમે દરોડો કરીને ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૩૧૨ કીમત રૂ ૯૩,૬૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કલ ૯૮૬૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી હીરાભાઈ અમરશીભાઈ બાવળિયા (..૨૨) ( રહે રાજસ્થળી તા. વાંકાનેર )ને ઝડપી લીધો છે જયારે આરોપી જુગાભાઇ ધીરૂભાઈ ધરજીયા રહે ગાંગીયાવદર તા. વાંકાનેર વાળાનું નામ ખુલતા આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તે ઉપરાંત ગઈકાલે લુણસર ગામે રેડ દરમિયાન .૮૦ લાખનો દારૂનો જથ્થો બિનવારસી મળ્યો હોય તે પણ ઝડપાયેલ આરોપીએ રાખ્યો હોવાનો ખુલાસો થયો છે

કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજા, પીએસઆઈ બી ડી પરમાર, કે વી સાવંત, ધર્મેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ, વિજયભાઈ નાગજીભાઈ, ચમનભાઈ ડાયાભાઇ, શિવરાજસિંહ ઇન્દ્રસિંહ, બલદેવસિંહ મહાવીરસિંહ સહિતની ટીમ રોકાયેલ હતી

(12:22 am IST)