સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th October 2018

ઉના મધ્યે પસાર થતાં હાઇવેના ટ્રાફીક સહિત પ્રશ્નો ઉકેલવા લોક દરબારમાં ખાતરી

ઉના તા. ૧૭ : તાલુકા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશન ત્થા પરેડમાં ગીર સોમનાથ જીલ્લાનાં પોલીસ વડા શ્રી રાહુલભાઇ ત્રિપાઠીએ લોક દરબારનું આયોજન ઉના પોલીસ સ્ટેશનના સંકુલમાં કરાયુ હતું જેમાં ઉના નગરપાલીકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ (રાધે) જોષી, ઉના ચેમ્બર પ્રમુખ પરષોતમભાઇ ઠુમ્મર, જીલ્લા પંચાયતના સભ્ય હરીભાઇ સોલંકી વેપારી અગ્રણી વિજયભાઇ જોષી, સામતભાઇ ચારણીયા, ગુણવંતભાઇ તળાવીયા, વિજયભાઇ બાંભણીયા, મગનભાઇ ગજેરા તથા શહેર તાલુકાનાં આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

ઉના શહેરમાં પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા ઉના મેઇન બજારમાં ટ્રાફીકની સમસ્યા એસ. ટી. બસ સ્ટેશન ઉપર આવારા તત્વો, રોમીયોગીરી કરતા શખ્સો સામે પગલા ભરવા નિયમિત પોલીસ બંદોબસ્ત મુકવો ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં થતા ઘર ફોડચોરીના બનાવો, વાહન ચોરીના બનાવો, ઉના શહેર ત્થા તાલુકા ચાલતી ગેરકાયદેસર ચાલતી જૂગાર, દારૂની બદી સંપૂર્ણ બંધ કરવી, ગેરકાયદેસર પાસ પરમીટ વગર ચાલતા હતી ત્થા પથ્થરોના ટ્રક ઉપર પગલા લેવા, વાહન અકસ્માતનાં બનાવો, ધુમ સ્ટાઇલ ચલાવતા મોટર સાયકલો ઉપર પગલા ભરવા સનખડા, દેલવાડા, આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં પુરતો સ્ટાફ મુકવો, કોળ-ચીખલી, તડ વિસ્તારમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન શરૂ કરવુ અને ઉના છેલ્લા ઘણા સમય થી ચાલતુ અને વેપારીઓને દબાવતું પિળુ પાત્રીકારત્વની સામે પગલા લેવા જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઇ હતી.અને તમામ પ્રશ્નો શાંતિ પૂર્વક સાંભળી પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવા અને લોકોના સહકારની અપેક્ષા રાખી હતી.

(12:26 pm IST)