સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th October 2018

ગોંડલ કોલેજ ચોકમાં સ્પીડ બ્રેકર નહીં મુકાય તો આંદોલનની ચિમકી

ગોંડલ તા.૧૭: કોલેજ ચોકમાં સતત ટ્રાફીકથી ધમધમતા બંન્ને ચોક વચ્ચે ડીવાઇડર મુકવાની ઉગ્ર માંગણી ઉઠી છે.

વિપક્ષી નેતા અનીલભાઇ માધડે તુરંત અસરથી ડીવાઇડર મુકવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરીશું તેવી ચિમકી ઉચ્ચારી છે. કોલેજચોકમાં રોજ ૫૦૦ જેટલી એસ.ટી બસો આવ જા કરે છે વળી ભારે વાહનો તેટલા જ પસાર થાય છે તેમા સીમેન્ટ રોડ બનતા વાહનો બેફામ સ્પીડે ચાલતા હોય છે. અને વળી ચાર ચોકમાં સ્પીડબ્રેકર પણ મુકેલા નથી તો ૧૫ દિવસમાં આ કોલેજ ચોકના બંન્ને ચોક વચ્ચે ડીવાઇડર મુકી સ્પીડ બ્રેકર મુકવા અનીલભાઇએ માંગણી કરેલ છે.(૧.૨)

(12:22 pm IST)