ધોરાજી મોતીનગરમાં ગરબા મહોત્સવ
ધોરાજી : મોતીનગર ખાતે મહિલા સમિતિ દ્વારા રમઝટ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ગરબા મહોત્સવમાં બહેનો દ્વારા માતાજીના રાસ ગરબા લઇને માતાજીની આરાધના કરાય છે. ગરબા મહોત્સવમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ હાજર રહી બાળાઓને લ્હાણી વિતરણ કરેલ હતી. આ તકે મહિલા સમિતિ દ્વારા જયેશભાઇ રાદડીયાનુ સન્માન કરેલ હતુ. મહોત્સવને સફળ બનાવવા રેખાબેન કોયાણી, અંજનાબેન બાબરીયા, મમતાબેન હીરપરા, હેતલબેન કોયાણી, કુંદનબેન સાણી, નિલાબેન કોયાણી, ઉષાબેન સોજીત્રા, શીતલ વેકરીયા, હર્ષાબેન વઘાસીયા, રંજનબેન વૈષ્ણવ, શ્વેતા હીરપરા સહિતના બહેનો સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. ભરતભાઇ હીરપરા, જેન્તીભાઇ કોયાણી, હીતેશભાઇ કોયાણી તેમજ મોતીનગર વિસતારના ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ હતા. મંત્રી જયેશભાઇ રાદડીયાએ મહિલા સમિતિ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવેલ છે તે બિરદાવેલ હતુ તે તસ્વીર.(૪૫.૫)