સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th October 2018

કોડીનારના અરીઠીયા ગામે પરીણીતાની લાજ લેવાનો પ્રયાસ

કોડીનાર, તા., ૧૭: તાલુકાના અરીઠીયા ગામે પરીવાર સાથે રહેતી મહિલા રાતના જમીને બાજુમાં ફળીયામાં સુઇ ગયેલ બન્ને દિકરા ગામમાં ગરબી જોવા માટે ગયેલ અને મોટોભાઇ ભરત મકાનની અગાસીમાં સુઇ ગયેલ હતો રાત્રીના સાડા નવેક વાગ્યે મહિલા વાસણ ઉટકતી હતી તે દરમ્યાન મકાનના વંડો ઠેકીને ગામનો કાળુભાઇ લખમણભાઇ ગોહીલ આવેલ અને બાવડુ પકડીને ઇજ્જત લેવાની કોશીષ કરી રહયો હતો દરમ્યાન ફળીયાની ડેલી દ્વારા બીજા બે ઇસમો રૂપાભાઇ મરસીભાઇ ગોહીલ તથા સુખાભાઇ મસરીભાઇ ગોહીલે આવી બાવડુ પકડીને જબરદસ્તી કરવા લાગેલ અને હું રાડારાડ કરતા મોટાભાઇ દોડીને નીચે આવેલ છોડાવવા જતા આ ત્રણેય જણા ઝપાઝપી કરવા લાગેલ અને ઢીકા પાટુનો માર મારવા લાગેલ જેથી મે વધુ રાડારાડ કરતા આ લોકો ગાળો બોલી જતા જતા કહતા ગયા કે આજે તો તુ બચી ગઇ છે હવે પછી તુ એકલી મળી તો તારી ઇજ્જત લુટવી છે અને તને જાનથી મારી નાખવી પડશે તેવી ધમકી આપી જતા રહેલ. કોડીનાર પોલીસે ૩પ૪, ૪૪૭, ૩ર૩, પ૦૪, પ૦૬(ર) ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(12:13 pm IST)