બગસરાના જે.વી.કાકડિયાનું નામ છેલ્લી ઘડીએ પ્રધાનમંડળમાંથી નીકળી જતા આશ્ચર્ય
(સમીર વિરાણી દ્વારા) બગસરા,તા. ૧૭: બગસરામાં શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયાને મંત્રી પદના સમાવેશ લેવાના સમાચાર મળતા સવારે૧૧:૦૦ શહેર ભાજપ દ્વારા ગોંડલીયા ચોકમાંફટાકડા ફોડી મોં મીઠા કરવામાં આવ્યા હતા ત્યારે બપોરે ફરી સમાચાર મળતા કે જેવી કાકડિયા નું મંત્રી પદ માં સમાવેશ ન લેવામાં આવ્યો છે અને તેનું નામ નીકળી ગયેલ છે ત્યારે બગસરા શહેર ભાજપ ના કાર્યકર્તાઓ માં ઉત્સાહ ઘટી ગયો હતો અને કાર્યકર્તાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જેમાં શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા તથા મંત્રી પદે અશોકભાઈપંડ્યા નિતેશભાઇ ડોડીયા રસ્મીન ભાઈ ડોડીયા મહેશભાઈ વ્યાસ ભાવેશભાઈ મસરાણી ગીરીશભાઈ પરમાર કનુભાઈ પટોળીયા રમેશભાઈ ગોહિલ સહિતના ભાજપના કાર્યકર્તાઓ હાજર રહી ફટાકડા ફોડી મોં મીઠા કર્યા હતા પરંતુ બપોરે જેવી કાકડિયા ના સમાચાર મળતા કે તેમને મંત્રીપદ માંથી નામ નીકળી ગયેલ છે તો કાર્યકર્તાઓમાં નિરાશા છવાઈ હતી.