સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th September 2021

મોરબીની ગોપાલ સોસાયટીમાં સગીરનો પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના સામાકાંઠે આવેલ સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારના ૧૬ વર્ષના સગીરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી છે

મોરબીના ગોપાલ સોસાયટીના રહેવાસી પરમ જયેશભાઈ પંડ્યા (ઉ.વ.૧૬) નામના સગીરે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને સગીરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

(12:28 am IST)