સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

દેવભૂમિ જિલ્લામાં વધુ ૧૦ ને કોરોના

ખંભાળીયા તા. ૧૭ :.. ખંભાળીયામાં છ અને દ્વારકામાં ૪ મળીને કુલ ૧૦ કોરોના પોઝીટીવ કેસ આવ્યા હતા તથા ખંભાળીયામાંથી ચાર, કલ્યાણપુરમાં એક તથા દ્વારકાના બે મળી સાત ડીસ્ચાર્જ થયા હતાં.

જતીનભાઇ પરબતભાઇ ચાવડા, આશાપુરા મંદિર ખંભાળીયા, પરેશભાઇ ઘેલુભાઇ ડોટુ ખંભાળીયા, વિનોદ રવજી નકુમ શકિતનગર, અલ્પેશ વલજી ખાણધર ધરમપુર બેડીયાવાડી, ચંદ્રીકાબેન દવે સટાલીયા નોળ, દ્વારકા, ભરતભાઇ નિમાવત દ્વારકા રેલ્વે સ્ટેશન રોડ, ડાયાભાઇ કંટબન પરમાર રેડીયા રોડ, દ્વારકા, કાનાભાઇ જેઠાભાઇ કણઝારીયા ઠાકર શેરી તા. ખંભાળીયા તથા નવાપરાના રસીલાબેન મુકેશભાઇ કણઝરીયાને ખંભાળીયા હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

૧૭ નવા કંટેટમેન્ટ જાહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ જાહેરનામુ બહાર પાડીને ખંભાળીયાના ઠાકર શેરી, મપારા પટોડા હાઉસ પાછળ, ભાણવડ પોલીસ કવાર્ટર, હર્ષદ શેરી ભાણવડ,  દ્વારકા હાઉસીંગ બોર્ડ, વોર્ડ-૩ નવાપરોઠા  શે. નં. ૯, પારસનગર ભાણવડ સહિત ૧૭ વિસ્તારને કંટેટમેન્ટ ઝોન જાહેર કર્યા છે.

(12:56 pm IST)