સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

કોરોના મહામારીમાં લોકો ભયભીત છે ત્યારે

જસદણમાં તસ્કરો બિન્દાસઃ મહિલા કોર્પોરેટરના ઘેરથી બાઇક તફડાવી ગયા!!

ઘરના પાર્કીંગમાં પડેલ બાઇકનું લોક તોડી લઇ જતા સીસીટીવીમાં તસ્કરો કેદ થયા

(નરેશ ચોહલીયા) જસદણ તા. ૧૭ :.. જસદણમાં લાંબા સમય બાદ ચોર મવાલીએ દેખા દીધી અને પાલીકાના જાગૃત મહિલા કોર્પોરેટર મંજૂલાબેન ચોહલીયાના ઘરને નિશાન બનાવી પાર્કીંગમાં પાર્ક કરેલ મોટર સાયકલ તફડાવીને તસ્કર બેલડી છૂ થતી  સીસીટીવીમાં કેદ થઇ છે.

આ બાબતે સદસ્યાના પતિ નીતિનભાઇ ગોરધનભાઇ ચોહલીયાએ જસદણ પોલીસ સ્ટેશનમાં પીઆઇ જોષીને લેખીત અરજી આપી છે.

નિવાસ કૈલાસનગર પાછળ વિવેકાનંદ સોસાયટીમાં રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ અમારા ઘરના ગેઇટનું તાળુ તોડીને પાર્કિગમાં પાર્ક કરેલ મોટર સાયકલ નં. જી. જે. ૦૩-જેકયુ ૯ર૮૭ સ્પ્લેન્ડર પ્લસની ચોરી થઇ છે તે અમને સવારે જાણવા મળ્યુ હતું.

બાજુમાં રહેતા પ્રદીપભાઇ ચાવના ઘર પર રહેલ સીસીટીવી તપાસતા બે ચોર બાઇક ચોરીને જતા હોવાનું જણાય છે. પીઆઇ જોષીએ તપાસ શરૂ કરી છે.

(12:03 pm IST)