News of Thursday, 17th September 2020
જસદણ પાલિકાના ચીફ ઓફિસર સહિત ૨૬ને કોરોના
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૭ : શહેર અને તાલુકામાં કોરોનાએ માજા મૂકી છે દિવસે દિવસે કેસ વધતા જ જાય છે. ગઈકાલે સાંજે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સ્કૂલના સંચાલક સહિત ૨૬ વ્યકિતઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી દરરોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવી રહ્યા છે.
ગઈકાલે ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી સહિતના લોકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ ઉપરાંત જલારામ મંદિર ખાતે નિયમિત ધૂન કરતા છ જેટલા ભકતોને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ સહિતના લોકો મંગળવારે ગાંધીનગર ખાતે નગરપાલિકાના કામ અર્થે ગયા હતા અને બુધવારે ચીફ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
(12:01 pm IST)